વેજ પિઝા ચીઝ પોકેટ (veg pizza cheese pocket recipe in gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ

#ફટાફટ # શનિવાર,# વીકેન્ડ

વેજ પિઝા ચીઝ પોકેટ (veg pizza cheese pocket recipe in gujarati)

#ફટાફટ # શનિવાર,# વીકેન્ડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ કપમેંદો
  2. ૧ ચમચીબેકિંગ પાઉડર
  3. ૨ ચમચીતેલ
  4. મોટી ડુંગળી
  5. મોટુ ટામેટુ
  6. ૧ નંગસિમલા મરચું
  7. ૧ નાની વાડકીબાફેલા મકાઈના દાણા (સ્વીટ કોન)
  8. ૧ ચમચીટોમેટો સોસ
  9. ૧ ચમચીરેડ ચીલી સોસ
  10. ૧ ચમચીઓરેગાનો
  11. ૧ ચમચીલાલ મરચાનો પાઉડર
  12. ઓરેગાનો
  13. તળવા માટે તેલ
  14. જરૂરિયાત મુજબ પાણી
  15. મુજબ મીઠું
  16. ક્યુબ ચીઝ
  17. કળી લસણ
  18. ૧/૨ ચમચીમરીનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ બાંધવા માટે બે કપ મેંદાનો લોટ માં સ્વાદ મુજબ મીઠું, એક ચમચી બેકિંગ પાઉડર અને બે ચમચી તેલ નાખીને લોટ બાંધી લેવો. ‌

  2. 2

    હવે લોટને અડધો કલાક અથવા તો વીસ મિનિટ સુધી ઢાંકીને ગરમ જગ્યાએ મૂકી દેવો.

  3. 3

    ત્યારબાદ ડુંગળી, કેપ્સીકમ, ટામેટુ આ બધું ઝીણું કાપી લેવુ

  4. 4

    હવે એક કડાઈમાં એક ચમચી જેટલું તેલ નાખીને તેલ ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં ઝીણું ઝીણું કાપેલું લસણ ત્યાર બાદ એમાં ઝીણી કાપેલી ડુંગળી, કાપેલું ટામેટું, ઝીણું કાપેલું કેપ્સિકમ અને બાફેલા મકાઈના દાણા નાખીને બધુ બરાબર મિક્સ કરી લઈશું.

  5. 5

    હવે એમાં એક ચમચી રેડ ચીલી સોસ, એક ચમચી ટોમેટો સોસ, ૧ ચમચી લાલ મરચાનો પાઉડર,1/2ચમચી મરીનો પાઉડર, ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું અને ચીઝ નાખીને આ બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે અને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું ત્યારબાદ ગેસ બંધ કરીને ઠંડુ થવા માટે રાખવું.

  6. 6

    ત્યારબાદ હવે બાંધેલા લોટ લઇ એમાંથી એક મોટો લૂઓ લઇને મોટી રોટલી વણી લેવી. હવે એને ચોરસ આકારમાં કાપી લેવી હવે એને બે ભાગ કરીને એક ચમચી જેટલું બનાવેલું મિશ્રણ મૂકવો. અને બીજો ભાગ ઉપરથી ઢાંકી દેવો અને ચારેતરફ પાણી લગાવીને બંધ કરી દેવું.

  7. 7

    આવી રીતે બધા પોકેટ બનાવી લેવા તમને જે આકારમાં ગમે તે આકારમાં બનાવી લેવા હવે આ બધા બનાવેલા પોકેટ ને ફ્રીઝ મા બેથી ત્રણ મિનિટ માટે મૂકવા‌

  8. 8

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ મીડીયમ ગેસ ઉપર પોકેટ ને તળવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું.

  9. 9

    હવે આપણા બધા પોકેટ તળાઈ ને રેડી થઈ જાય ત્યારબાદ વેજ પીઝા પોકેટ ને એક સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ સાથે સર્વ કરશો ‌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર
મુંબઈ

Similar Recipes