મકાઈ નો ચેવડો (Corn Chevda Recipe In Gujarati)

Dabgar Rajeshwari
Dabgar Rajeshwari @cook_25996520

#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ.

મકાઈ નો ચેવડો (Corn Chevda Recipe In Gujarati)

#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૪ કિલોલીલાં મકાઈ
  2. ૧ નાની વાટકીતેલ
  3. ૧ ચમચીહિંગ
  4. ૧ ચમચીરાઈ
  5. ૧ ચમચીતલ
  6. ૩ ચમચીલીલા મરચાં ઝીણાં વાટેલા
  7. ૪,૫ મીઠા લીમડાના પાન
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. નાના કપ દૂધ
  10. થોડાલીલા ધાણા ઝીણા સમારેલા
  11. ૧ ચમચીકીસમીસ
  12. થોડામકાઈ ના દાણા ગાર્નિશ માટે
  13. ૧/૨ વાટકીખાંડ
  14. લીંબુ નો રસ
  15. ૨ ચમચીમીઠું
  16. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં આપણે મકાઈ ના છોડાં કાઢી નાખીશું, ત્યારબાદ મકાઈ ને ચોખ્ખા પાણીથી ધોઈ ને એક છીણી ની મદદથી છીણી લઈશું.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલને ગરમ કરવા મૂકો, તેલ ગરમ થઇ જાય પછી એમાં રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન નાખી દો, આ બધું તતળી જાય પછી એમાં વાટેલા મરચાં નાખો, મરચાં ને થોડા શેકી ને એમાં મકાઈ નું છીણ નાખી સારી રીતે મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ એમાં મીઠું સ્વાદ અનુસાર નાખવુ,, પછી એમાં ૨ કપ દૂધ નાખી હલાવી લો, આને પછી ઢાંકી દો, પાંચ પાંચ મિનિટે ચેક કરવું નહીંતર ચોંટી જાય છે. એકદમ ધીમા તાપે જ ચડવા દો.

  4. 4

    ત્યારબાદ છીણ સરસ ચઢી જાય પછી એમાં તલ, લીંબુ નો રસ, કીસમીસ,ખાંડ, ગરમ મસાલો ઉમેરી લેવા આ બધું મીક્સ કરી લઈ પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દેવું, પછી હલાવી ને જોઈ લેવું કલર થોડો બદલાઈ જાય પછી ગેસ બંધ કરી દેવો. ૨૦ મીનીટ માં આ ચેવડો બની જાય છે.

  5. 5

    તો ચાલો તૈયાર છે આપણો હેલ્ધી અને ટેસ્ટી ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dabgar Rajeshwari
Dabgar Rajeshwari @cook_25996520
પર

Similar Recipes