એપલ બ્લુબેરી રાઈતું/રાઈતા (Apple blueberry raita recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

કહેવાય છે ને કે an apple a day keeps a dr away. પણ રોજ રોજ એપલ ખાવું બધા ને ના પણ ગમે. તો આપણે આવું કૈંક કરવું પડે કે બધા સામેથી માંગીને ખાય. આ 1 આવું જ રાઈતું છે કે જો તમે 1 વાર ખાશો તો બીજી વાર ચોક્કસ બનાવશો અને ખાશો. Moreover, આમાં બ્લૂ બેરી પણ છે જે ફૂલ ઓફ anti oxidents છે. હું જ્યારે pregnant હતી ત્યારે રેગ્યુલર ખાતી હતી. Diabetes વાળા લોકો માટે પણ સારું છે કારણ કે આ રાઈતુ ખાંડ વગર પણ બનાવી શકાય છે.
#સાઇડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1/2સફરજન
  2. 1/4 કપબ્લૂબેરી
  3. 3/4 કપદહીં
  4. ચપટીમીઠું
  5. 1/8 ટી સ્પૂનસંચળ
  6. ચપટીચાટ મસાલો
  7. ચપટીલાલ મરચું પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનકોથમીર
  9. 6-8ફુદીનાનાં પાન
  10. 1/2 ટી સ્પૂનદળેલી ખાંડ (ઓપ્શનલ)
  11. ચપટીજીરું પાઉડર
  12. ગાર્નિશીંગ માટે
  13. સફરજન ની ચીરીઓ
  14. બ્લૂ બેરી
  15. કોથમીર અને ફૂદીનાના ના પાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સફરજન અને બ્લૂ બેરી ના નાના ટુકડા કરી લો. કોથમીર અને ફુદીનો ઝીણા સમારી લો. દહીં માં મીઠું, સંચળ, લાલ મરચું પાઉડર, જીરુ પાઉડર, ચાટ મસાલો અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો. તમે ઈચ્છો તો દળેલી ખાંડ avoid કરી શકો છો, ખાંડ વગર પણ રાઈતું સરસ જ લાગે છે કારણ કે તેમાં સફરજન અને બ્લૂ બેરી ની નેચરલ મીઠાશ આવી જ જાય છે.

  2. 2

    હવે દહીં માં સમારેલા સફરજન, બ્લૂ બેરી, કોથમીર અને ફુદીનો નાખી મિક્સ કરી લો. સર્વિંગ બાઉલ માં લઈ સફરજનની ચીરીઓ, બ્લૂ બેરી, કોથમીર અને ફૂદીનાના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે એપલ બ્લૂ બેરી રાઈતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes