ડુંગળી ના પરોઠાં / સિંધી કોકી (Onion Paratha recipe In Gujarati)

Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837

કોકી સિંધી સમાજના લોકો ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે. સવારે બ્રેફાસ્ટ માં અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય.

#GA4
#Week1
#Paratha

ડુંગળી ના પરોઠાં / સિંધી કોકી (Onion Paratha recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

કોકી સિંધી સમાજના લોકો ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે. સવારે બ્રેફાસ્ટ માં અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય.

#GA4
#Week1
#Paratha

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧ ચમચીચણા નો લોટ
  3. ૧/૩ કપઝીણી સમારેલી ડુંગળી
  4. ૩ ચમચીઘી
  5. ૧ ચમચીકસૂરી મેથી (સૂકવેલી મેથી)
  6. ૨ થી ૩ નંગ લીલા સમારેલા મરચા -
  7. ૧/૨ ચમચીઆદું ની પેસ્ટ
  8. ૧ નાની ચમચીજીરૂં
  9. ૧/૨ નાની ચમચીઅજમો
  10. ૧/૨ નાની ચમચીમરી પાઉડર
  11. ચપટીહળદર
  12. ચપટીહિંગ
  13. ૧ નાની ચમચીલાલ મરચું પાઉડર
  14. સ્વાદાનુસારમીઠું
  15. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં ૧ કપ ઘઉં નો લોટ, ૧ ચમચી ચણા નો લોટ, કસૂરી મેથી ૧ ચમચી, ૨ થી ૩ લીલા સમારેલા મરચા, આદું ની પેસ્ટ, ૧ ચમચી જીરૂં, ૧/૨ ચમચી અજમો, ૧/૨ ચમચી મરી પાઉડર, ચપટી હિંગ, ચપટી હળદર, લાલ મરચું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી ને બધું સારી રીતે મિક્સ કરો.

  2. 2

    હવે એ મિશ્રણ માં ૧ ચમચી ઘી અને ૧/૩ કપ ઝીણી સમારેલી ડુંગળી નાખો.

  3. 3

    હવે ફરીથી બધું મિક્સ કરીને જરૂર પ્રમાણે પાણી નાખી ને સોફ્ટ પરાઠા જેવો લોટ બાંધો.

  4. 4

    હવે તેમાંથી થોડો લોટ લઈને સહેજ જાડું પરોઠું વાણી લો.

  5. 5

    એક જાડી લોઢી માં બાજુ ઘી લગાવીને ધીમા તાપે શેકો.

  6. 6

    ગરમાગરમ ક્રિસ્પી સિંધી કોકી તૈયાર છે. ગ્રીન ચટણી અથવા લાલ ટામેટા ના સોસ્ સાથે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837
પર

Similar Recipes