નાયલોન ખમણ (Naylon Khaman Recipe in Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211

નાયલોન ખમણ (Naylon Khaman Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
5-6 લોકો માટે
  1. 250 ગ્રામબેસન/ 2 કપ બેસન
  2. 400મી.લી પાણી
  3. 2.5 ટેબલ સ્પૂનખાંડ
  4. 1.5 ટી સ્પૂનલીંબુના ફૂલ (સાઇટ્રીક એસીડ)
  5. 1 ટેબલ સ્પૂનનમક
  6. 1 ટેબલ સ્પૂનતેલ
  7. 1 ટેબલ સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  8. 1/2 ટી સ્પૂનખાવાનો સોડા (બેકીંગ સોડા)
  9. 3/4 ટી સ્પૂનઈનો
  10. ખમણ વઘારવા માટે
  11. 3 ટેબલ સ્પૂનતેલ
  12. 1 ટેબલ સ્પૂનરાઈ
  13. 10-12મીઠા લીમડાનાં પાન
  14. 4-5લીલા મરચાં ના ટૂકડા
  15. 1 કપપાણી
  16. 5 ટેબલ સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં નમક, ખાંડ, લીંબુના ફૂલ, આદૂ મરચાં ની પેસ્ટ, તેલ અને પાણી બધુ મીક્ષ કરવુ.

  2. 2

    બધુ મીક્ષ બરાબર થઈ જાય પછી તેમાં બેસન એડ કરવો. બેસન પેકીંગ વાળો લેવો તથા ચાળીને એઙ કરવો.

  3. 3

    બઘું સરસ રીતે મીક્ષ કરી તેમાં સોડા અને ઈનો નાખી મીક્ષ કરવુ. ધ્યાન રહે વાસણ થોડુ મોટું લેવુ કેમકે સોડા અને ઈનો નાખવાથી બેટર ડબલ થઈ જાશે.

  4. 4

    પછી બેટર ને ગ્રીસ કરેલી પ્લેટ મા લઈ સ્ટીમર મા 20 મીનીટ સુધી મૂકો.

  5. 5

    ખમણ બફાય તેટલી વાર મા તેનો વઘાર કરી લેવો. વઘાર માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ એઙ કરવી, પછી તેમાં લીમડાનાં પાન અને લીલા મરચાં ના ટૂકડા એડ કરવા, પછી ખાંડ જરૂરી હોય તો થોડુ નમક અને પાણી એઙ કરવું.

  6. 6

    20 મીનીટ પછી ખમણ ને બહાર કાઢી ચેક કરી થોડા ઠંડા પડી જાય પછી તેમાં તૈયાર કરેલ વધાર નાખો. તૈયાર છે ખમણ પીરસવા માટે.

  7. 7
  8. 8

    બધી વસ્તુઓ સેમ માપ પ્રમાણે જ લેવી. એકદમ ઝાળીવાળા પોચા ખમણ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Bhumi Rathod Ramani
પર

ટિપ્પણીઓ (2)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
સરસ સ્પીનજી બન્યાં છે

Similar Recipes