પાલક પનીર (Palak paneer recipe in Gujarati)

પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને સાફ કરી બરાબર ધોઈ લેવી જેથી કરીને એમાં કોઈ જ પ્રકારની રેતી કે માટી ના રહી જાય. એક વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકવું. પાણી ઉકળવા માંડે એટલે એમાં પાલક ઉમેરી એક મિનિટ માટે બાફી લેવી. હવે બાફેલી પાલકને બરફવાળા ઠંડા પાણીમાં લઈ લેવી. પાલકને બરફવાળા પાણીમાં ઉમેરવાથી એનો રંગ જળવાઈ રહે છે.
- 2
બે મિનીટ પછી પાલકને પાણીમાંથી કાઢી લઈને એક મિક્સર જાર માં નાખી એની સ્મૂધ પેસ્ટ બનાવી લેવી.
- 3
એક પોટ માં ઘી અને તેલ મિક્સ કરી ગરમ કરવા મૂકવું. હવે તેમાં બારીક સમારેલા કાંદા ઉમેરવા. કાંદા ગુલાબી રંગના થાય એટલે એમાં આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરીને 2 મિનીટ સુધી સાંતળવું. હવે તેમાં ધાણાજીરું, ગરમ મસાલો, કસૂરી મેથી અને મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું. આ મિશ્રણમાં બારીક સમારેલા ટામેટાં અને અડધો કપ પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું.
- 4
ટામેટા એકદમ ચડી જાય અને તેલ છૂટું પડવા માંડે એટલે એમાં પાલકની પેસ્ટ અને અડધો કપ પાણી ઉમેરવા. મધ્યમ તાપે ૩ થી ૪ મિનીટ માટે પકાવવું. હવે તેમાં પનીરના ટુકડા ઉમેરવા. ધીમા તાપે ૫ થી ૭ મિનીટ માટે પકાવવું. તાજી મલાઈ ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 5
વઘાર માટે તેલ ગરમ થાય એટલે એમાં જીરું, આખું લાલ મરચું અને લાલ મરચાનો પાઉડર ઉમેરીને તૈયાર કરેલા પાલક પનીર ઉપર રેડી દેવું. ગરમા ગરમ પાલક પનીર પરાઠા, નાન, રોટી અથવા તો જીરા રાઈસ સાથે પીરસવું.
Similar Recipes
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર ખુબજ હેલ્થી રેસિપી છે. મિત્રો આજે જૈન પાલક પનીર બનાવું છું.#MW2 shital Ghaghada -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#AM3રોટી, નાન, પરાઠા ને રાઈસ સાથે ખૂબ જ ભાવતી સબ્જી Dr. Pushpa Dixit -
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
મેથી પાલક પનીર (Methi Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week2#cookpadindia#spinechવિટામિન અને પ્રોટીનથી ભરપુર,બાળકો ને ભાવે એવી મેથી પાલક પનીર સબ્જી.ચપાટી ,નાન,રોટી સાથે સવ કરી સકો. sneha desai -
-
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
પાલક પનીર(palak Paneer Recipe in Gujarati)
#MW2પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. અત્યારે બંધી જ લીલી ભાજી સારી મલે છે અને તે હેલ્થ માટે ખૂબ જ સારી છે તો એનો ઉપયોગ જેટલો વધારે કરો તો સારું.સલાડ, સબ્જી,સૂપ જે રીતે જમવામાં લઈ શકાય તેમ વધુ લો. Minal Rahul Bhakta -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#GA4#week6શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પોપ્યુલર ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પંજાબી ખાણા નો ઉપયોગ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Asmita Rupani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SQમે આજે મૃણાલ ની રેસિપી માંથી શીખી ને પાલક પનીર બનાવ્યું છે ખૂબ પસંદ પડ્યું ઘર માં બધાને. Krishna Joshi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
અચારી પાલક પનીર પરાઠા (Achari palak paneer paratha recipe Guj)
અચારી પાલક પનીર પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો ભોજન માં પીરસી શકાય. આ પરાઠા માં ખાટું અથાણું વાપરવામાં આવે છે જેથી એકદમ અલગ લાગે છે. પનીર ના ફીલિંગ ના લીધે પરાઠા નો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ પરાઠા દહીં અને આથેલા મરચા સાથે પીરસી શકાય.#CB6#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક માં વિટામિન એ,બી,સી,મેગ્નેશિયમ,સોડિયમ,કેલ્શિયમ,ફોસ્ફરસ,ક્લોરિન અને લોહતત્વ રહેલા હોય છે...પાલક નું સેવન કરવાથી પાચન તંત્ર માં રેસા ઉમેરાય છે.વડી પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક માં પ્રોટીન ઉત્પાદક એમિનો એસિડ હોવાથી તે શરીરમાં પ્રોટીન ની ઉણપ દૂર કરે છે...આજે મે ગ્રીન રેસીપી માં પાલક પનીર બનાવ્યું. Nidhi Vyas -
ન્યુ સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર તો તમે બનાવતા જ હશો જેમાં પાલકને બ્લાંચ કરવાની હોય છે.જેથી ઘણાને ઘણીવાર પાલક નો રંગ કે પ્યૂરી નો રંગ કાળાશ પડતો થઈ જાય છે પરંતુ આજે અમે પાલકને બ્લાન્ચ કર્યા વગર જ પાલક પનીર બનાવી છે અને એમાં સાથે જાયફળ ઉમેર્યુ છે જાયફળ નો ટેસ્ટ પાલક પનીર માં ખુબ જ સરસ આવે છે તમે પણ આ રીતે એક વાર જરૂર ટ્રાય કરજો ખુબ જ સરસ બને છે અને ગ્રેવી કાળી પણ નથી પડતી. Hiral Pandya Shukla -
-
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક પનીર બનાવવા માટે મિક્સરમાં ક્રશ કરવું ઝંઝટ વગર બનાવી શકે તેવી આસાન રીતે આજે આપણે બનાવશું. Pinky bhuptani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક મા ફાઈબર હોય પનીર મા કેલસીયમ હોય છે.. પાલક પનીર મારા કીડસ નૂ ફેવરેટ છે ....#G4#Week2 Deepika Goraya -
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#RC4#green#Sabji#MW2#Palak_Paneer#lunch#dinner#CookpadIndia#COOKPADGUJRATI આયનૅ થી ભરપુર એવી પાલક અને કેલ્શિયમ તથા પ્રોટીનયુક્ત એવા પનીર થી તૈયાર થતી આ સબ્જી શિયાળા માં ખાસ કરીને બનાવવા માં આવે છે. શિયાળા માં પાલક એકદમ સરસ મળે છે.આ સબ્જી પરાઠા, રોટી, કે નાન સાથે સર્વ કરી શકાય છે. અહીં મેં પાલક પનીર સાથે પરાઠા, દહીં, અથાણું, પાપડ અને પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#cooksnap#Week -2#lanchrecipe#matarpaneer મટર પનીર નું શાક લંચ માં ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
More Recipes
ટિપ્પણીઓ (11)