રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિઓ
  1. 12-15નંગબાફેલી નાની બટાકીઓ
  2. 1મોટી ઝીણી સમારેલી ડુંગળી
  3. અડધો કપ દહીં
  4. 1તમાલપત્રતજનો નાનકડો ટુકડો
  5. 4લવિંગ
  6. 8-10કાજૂ
  7. 1 નાની ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 નાની ચમચીધાણાજીરું
  9. 1/4 ચમચીહળદર
  10. 1નાનો ટુકડો આદુ
  11. 10કળીઓ લસણની
  12. 1મોટી ચમટી ટામેટાની પ્યૂરી
  13. 1/2નાની ચમચી જીરું
  14. તેલ જરૂર મુજબ
  15. મીઠું જરૂર મુજબ
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકાને છોલીને કાંટાથી તેમાં કાણાં પાડી લો. મીડિયમ આંચ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થતાં જ તેમાં બાફેલા બટાકાં ઉમેરો અને સામાન્ય ગોલ્ડન કલરના થાય પછી એક પ્લેટમાં કાઢીને મૂકી દો.

  2. 2

    હવે આ જ તેલમાં તજ, લવિંગ, ડુંગળી, આદુ, લસણ, ટામેટું અને કાજૂ નાખીને ફ્રાય કરો. ગોલ્ડન રંગના થાય એટલે કાઢીને મિક્સચરમાં પીસી લો.

  3. 3

    હવે ફરીથી કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને તમાલપત્ર નાખીને તતડાવો. જીરું તતડી જાય એટલે તેમાં ટામેટાંની પ્યૂરી અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.

  4. 4

    પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં દહીં અને પાણી નાખીને થોડી વાર ઉકળવા દો. એક ઉભરો આવે એટલે તેમાં ફ્રાઈડ બટકાં ઉમેરીને લગભગ 5 મિનિટ સુધી ચડવા દો.

  5. 5

    ગ્રેવી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. તૈયાર કરેલા દમ આલૂને રોટલી કે નાન સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
પર
Junagadh

Similar Recipes