બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટી સાઈઝના બટાકા
  2. ૭-૮ લીલા મરચા
  3. ૮-૧૦ લસણની કળી
  4. ૧ વાડકીબારીક સમારેલા લીલા ધાણા
  5. મીડિયમ સાઇઝનુ લીંબુ
  6. ૮-૧૦ મીઠી લીમડી ના પાન
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૧ નાની ચમચીહળદર
  9. ૧-૧/૨ ચમચી ધાણાજીરૂ
  10. ૨ નાની ચમચીતેલ વઘાર માટે
  11. ૧/૨ ચમચીરાઈ
  12. ૧ વાડકીચણાનો લોટ
  13. ૨-૩ ચમચી ચોખાનો લોટ
  14. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને કુકરમા લઈ પાણી નાખીને છ થી સાત સીટી વગાડી ને બાફી લેવા બટાકા ઠંડા પડે ત્યાં સુધીમાં એક બાઉલમાં ચણાનો લોટ ચોખાનો લોટ લઈને તેમાં જરૂરિયાત મુજબ મીઠું તેમજ જરાક હળદર નાખીને થોડું થોડું પાણી ઉમેરીને બટાકા વડા માટેનું ખીરૂ તૈયાર કરવો.

  2. 2

    બટાકા ઠંડા પડે એટલે એને કાણાવાળા ટોપામાં કાઢવા બધું પાણી નીકળી જવા દેવું અને બટાકા ઠંડા પડ્યા પછી તેને છોલીને એક થાળીમાં લઈને પોટેટો મેસર થી એને ભાગી લેવા બટાકાને અધકચરા ભાંગવા પછી તેમાં મીઠું, હળદર, ધાણાજીરૂ, લસણ મરચાની પેસ્ટ તેમજ લીલા ધાણા નાંખવા લીંબુ નીચોવવું

  3. 3

    પછી એક નાના વગારીયામાં બે ચમચી તેલ લઈને તેમાં રાઈ અને મીઠી લીમડી નો વઘાર કરીને આ વગાર બટાકાના માવામાં નાખો પછી આ માવાને હલાવો બરાબર મિક્સ કરી લેવું

  4. 4

    પછી તેના ફોટા માં બતાવ્યા પ્રમાણે ગોળા વાળવા પછી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ બરાબર ગરમ થાય એટલે આ ગોળાને ખીરામાં બોળીને આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લેવા આ બટાકા વડા ને કેચપ લીલી ચટણી તથા ઘાટી મસાલા સાથે બહુ જ સરસ લાગે છે આ પારસી ડેરી ના વડા જેવા બહુ જ ટેસ્ટી વડા બનશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર

Similar Recipes