બુંદી ના લાડુ (Bundi Na Laddu Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#ઓક્ટોબર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપચણાનો લોટ ઝીણો ચાળેલો
  2. ૧/૨ કપ પાણી
  3. ચપટીસોડા
  4. ૧ ચમચીતેલ
  5. ૨-૩ ટીપાં ઓરેન્જ ફૂડ કલર
  6. જરૂર મુજબ ડ્રાય ફ્રુટ
  7. ચાસણી માટે:
  8. ૧/૨ કપખાંડ
  9. ૩/૪ કપ પાણી
  10. ૧ ચમચી ઇલાયચી પાઉડર
  11. જરૂર મુજબ કેસર તાંતણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો ઝીણો લોટ લઇ ને તેમાં ૧/૨ કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી ને ૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    પછી તેમાં ૧ ચમચી તેલ, ખાવા નો સોડા અને ઓરેન્જ ફૂડ કલર ઉમેરી ને બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    હવે એક પેનમાં તેલ મિડિયમ ગરમ થાય એટલે તેમાં જારા ની મદદથી પેન થી થોડું ઉપર રાખી ને બુંદી પાડી લેવી.બીજા બેચમાં બુંદી પાડતી વખતે જારા ને પાણી થી કે કપડાં થી બરાબર સાફ કરી લેવું.

  4. 4

    હવે એક વાસણમાં ખાંડ અને પાણી ઉમેરી ચીકાશ પડતી ચાસણી તૈયાર કરી લેવી.તેમા ઇલાયચી પાઉડર અને ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લો.તેમા બુંદી ઉમેરી બરાબર મિકસ કરો.હવે તેમાં અધકચરા વાટેલા ડ્રાય ફ્રુટ ઉમેરો.ચાસણી નું પાણી બળી જાય ત્યાં સુધી તેને મિડિયમ ગેસ પર થવા દો.

  5. 5

    મિશ્રણ ઠંડુ પડે એટલે તેના લાડવા વાળી લેવા. બુંદી ના લાડુ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes