ઘટકો

  1. જરૂર મુજબ ઈડલી માટેનો લોટ (૧ બાઉલ ચોખા નો લોટ + ૧/૨ મગ નો લોટ)
  2. ૧ બાઉલ છાસ
  3. સ્વાદાનુસારમીઠું
  4. ૬ ચમચીતેલ (૩ ચમચી આથા માટે અને ૩ ચમચી વઘાર માટે)
  5. ચપટીસાજી
  6. ૧ ડાળખી મીઠો લીમડો વઘાર માટે
  7. ૨ ચમચીતલ
  8. ૧/૨ ચમચીરાઈ
  9. ૧/૨ ચમચીજીરૂ
  10. ૧/૨કેપ્સીકમ
  11. જરૂર મુજબ કોથમીર
  12. જરૂર મુજબ રેડ અને ગ્રીન ચટણી
  13. ૧ ચમચી શેકેલા જીરું નો પાઉડર
  14. ૨ ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલી એ સાઉથ નાં લોકો ની ખૂબ જ પ્રખ્યાત ડિશ છે પરંતુ આપણા ગુજરાતીઓ પણ તેને એકદમ મન ભરી ને ખાય છે. તો ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ તેના આંથા ની પ્રોસેસ ખૂબ જ મહત્વની છે. ૬-૭ કલાક પહેલા ઈડલી નો લોટ અને તેમાં છાસ ઉમેરી આથો બનાવો. ત્યાર બાદ તેને તડકામાં ઢાંકી ને મૂકો. આથો આવી જાય પછી તેમાં સાજી..મીઠું અને ૩ ચમચી તેલ વગેરે ઉમેરી ખૂબ હલાવો.

  2. 2

    હવે વઘાર માટે જોઈતી બધી જ સામગ્રી તૈયાર કરો.

  3. 3

    હવે કલરફૂલ ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ ઢોકળીયા મા પાણી ગરમ કરો અને ત્યાર બાદ ઈડલી નાં મોલ્ડ મા તેલ લગાવી થોડું ખીરું ઉમેરો. હવે તેને ૨-૩ મિનિટ સુધી ચડવા દો. ત્યાર બાદ તેમાં રેડ અને ગ્રીન ચટણી ઉમેરો અને ફરી ૨ મિનિટ ચડવા દો. હવે ફરી થી એક વાર ખીરું ઉમેરો ઉપરથી મરચું પાઉડર અને શેકેલા જીરું નો પાઉડર છાંટો જે ટેસ્ટ ને બમણો કરશે અને ૧૦-૧૫ મિનિટ એકદમ સરખી રીતે ચડવા દો.

  4. 4

    રેડ ચટણી માટે લાલ મરચા મિક્સર માં ક્રશ કરો અમે પાણી ઉમેરો તથા ગ્રીન ચટણી માટે કોથમીર..મરચા ક્રશ કરી તેમાં પાણી ઉમેરો. તો છેને ઈડલી સાથે ચટણી બનાવવાની રીત પણ એકદમ સહેલી. તૈયાર છે આપણી કલરફૂલ ઈડલી.

  5. 5

    હવે આં ઈડલી ને વધુ આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેનો વઘાર કરીશું. જેના માટે સૌ પ્રથમ કડાઈ મા ૩ ચમચી તેલ મૂકી તેમાં રાઈ...જીરું...તલ...લીમડો...કેપ્સીકમ વગેરે ઉમેરી વઘાર કરો.

  6. 6

    ૨ મિનિટ પછી તેમાં આપણી તૈયાર કરેલી ઈડલી મૂકો અને બન્ને બાજુ સરખી રીતે ફેરવો. ૧ થી ૨ મિનિટ ધીમી આંચ પર રહેવા દો.

  7. 7

    તૈયાર છે ઈડલી નાં દેખાવ અને સ્વાદ ને બમણો કરી દે તેવી કલરફૂલ ઈડલી!

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

Similar Recipes