ઈડલી (Idli Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
5 વ્યક્તિ માટે
  1. ઈડલી નો લોટ દળવા માટે :
  2. 1 વાટકો અડદ ની દાળ
  3. 3 વાટકા ખીચડીયા ચોખા
  4. ઈડલી નું ખીરું તૈયાર કરવા માટે :
  5. 3 વાટકા ઈડલી દળેલો લોટ (750 ગ્રામ લોટ
  6. ખાટી છાશ જરૂર મુજબ
  7. ખીરા માં નાખવા માટે :
  8. 1/2 ટી સ્પૂનહીંગ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. સાજી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને અડદ દાળ ને મિક્સ કરી ઘંટી માં દળી લો. હવે એક તપેલાં માં દળેલો લોટ લો અને તેમાં જરૂર મુજબ ખાટી છાશ નાખો અને બધું બરાબર મિક્સ કરી લો. અને તેની ઉપર ઢાંકણ ઢાંકી 7-8 કલાક માટે રહેવા દો.

  2. 2

    હવે ખીરા માં સ્વાદ મુજબ મીઠું અને હીંગ નાખો. પછી તેને મિક્સ કરી લો. હવે એક બાજુ ઈડલી સ્ટેન્ડ મૂકો અને તેની ડીશ માં તેલ લગાવી દો. હવે એક નાની તપેલી માં થોડું પાણી ગરમ કરી તેમાં સાજી નાખી અને તેમાં થોડું ખીરું નાખો અને એકદમ ફાસ્ટ રીતે હલાવો અને ગ્રીસ કરેલા ઈડલી સ્ટેન્ડ માં ખીરું નાખો અને તેને 15 મિનિટ સુધી ચડવા દો.

  3. 3

    હવે ઈડલી તૈયાર છે. તેને ગરમ ગરમ સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes