ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)

ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરીઓ બિસ્કીટમાં વચ્ચે થી ક્રીમ ની ભાગ અલગ કરી ને તેને મિક્સર માં પીસી લો.ત્યાર બાદ એક બાઉલમાં બિસ્કિટ ક્રશ કરેલા.1/2 કપ દળેલી ખાંડ અને 1 ચમચી ઘી ઉમેરી બરાબર મિક્ષ કરી લો.ત્યાર બાદ તેના માં 1/2 ચમચી બેકિંગ પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લો.ત્યાર બાદ તેના માં થોડુ થોડુ દૂધ ઉમેરી ને બેટર તૈયાર કરી લો અને તેને 1 થી 2 મિનિટ માટે બરાબર બિટ કરો.
- 2
ત્યાર બાદ તેનામાં 1/2 ચમચી ઇનો પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરો.ત્યાર બાદ આપણે જેના માં કેક બનાવવી છે તે કપને ઘી અને મેંદા થી બરાબર ગ્રીસ કરી લઈશું અને ત્યાર બાદ તેનામાં તૈયાર કરેલું કેક નું બેટર ભરી લઈશું.ત્યાર બાદ તેને 15 મિનિટ માટે ધીમા ગેસ પર બેક કરીશું.તો તૈયાર છે આપણી ઓરિઓ કપ કેક
- 3
હવે ખાંડ સીરપ બનાવવા માટે આપણે 1 અને 1/2 ચમચી ખાંડ લઈશું અને ખાંડ ડૂબે તે મુજબ પાણી ઉમેરી લઈશું.ત્યાર બાદ તેને બરાબર ખાંડ બરાબર ઓગળી નાં જાય ત્યાં સુધી થવા દઈશું.ખાંડ બરાબર મિક્ષ થઈ જાય એટલે ગેસ બંધ કરી લઈશું તો આ તૈયાર છે આપણી ખાંડ સીરપ.
- 4
હવે ક્રીમ બનવા માટે મે વિપક્રીમ પાઉડર નો ઉપયોગ કર્યો છે.1/2 કપ વિપક્રિમ પાઉડર અને 1/3 એક દમ ઠંડુ પાણી ઉમેરી ને બરાબર મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ તેને બરાબર બીટ કરીશું જ્યાં સુધી થીક સ્ટકચર તૈયાર ના થઈ જાય.ત્યાર બાદ તેને 5 થી 7 મિનિટ માટે ફ્રીઝરમાં ઠડું થવા દઈશું.તો તૈયાર છે આપણું ક્રીમ.ત્યાર બાદ તેનામાં ઓરીયો બિસ્કિટ નો ભૂકો ઉમેરી દો.તો આપણું ક્રીમ પણ તૈયાર છે.
- 5
હવે આપણે જાર લઈશું.તેનામાં પહેલા ક્રીમ ની લેયર કરીશું.ત્યાર બાદ આપણે બનાવેલી કેક નું લેયર કરીશું.ત્યાર બાદ તેના પર ખાંડ સીરપ લગાવીશું ત્યાર બાદ એના પર થોડું ચોકલેટ સીરપ સ્પેડ કરીશું ત્યાર બાદ તેના પર ક્રીમ નું લેયર કરીશું આ રીતે આપણે 3 લેયર માં કરીશું ત્યાર બાદ આપણે ક્રીમ નું લેયર કરીશું અને તેના પર આપણે તેને ઓરીઓ બિસ્કિટ મૂઈશું અને તેના પર ચોકલેટ સોસ થી ગાર્નિશ કરીશું.તો તૈયાર છે આપણી ઓરીઓ જાર કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
કૉફી મોકા કેક (Coffee Mocha Cake recipe in Gujarati)
#GA4#week4#post_4#baked#cookpadindia#cookpad_gujરેગ્યુલર ચોકલેટ કેક તો બધા ને ભાવે છે. પણ મેં આજે કેક ને કૉફી નો ફ્લેવર્ આપી ને કૉફી મોકા કેક બનાવી છે. અને ખૂબ જ મસ્ત બની છે. અને કૉફી લવર ને પણ ખૂબ ભાવશે. જરૂર થી બનાવજો. Chandni Modi -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકો વેનીલા ઇન્સ્ટન્ટ કેક(choco vanila cake recipe in Gujarati)
#માઇઇબુક#NoOvenBaking#trendઆવા મહામારી નાં સમય મા જો કોઈ નો જન્મ દિવસ આવે તો બહાર થી કેક લાવવા નો ડર લાગે છે તો મે ઘર માંજ એકદમ સેહ્લી રીત થી કેક બનાવી છે. એ પણ ઓવન વગર.ખાલી ૩ થી ૪ ઘટક થી.જે ખૂબજ સોફ્ટ બની છે. Vishwa Shah -
-
ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati
ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
મોનોગ્રામ ટાટૅ કેક(monogram tart cake recipe in gujarati)
#GA4#week4#bakedમોર્ડન ટ્રેન્ડ કેક કે જે બર્થડે કે લગ્ન પ્રસંગે હવે ખૂબ ફેમસ થઈ રહી છે.. પેહલી વાર જોઈ ત્યાર થી બનાવવા ની ખૂબ ઈચ્છા હતી આજે મે સફળતા પૂર્વક બનાવી લીધી... ખૂબ આકર્ષિત દેખાતી આ કેક બાળકો સાથે મોટા ઓ ને પણ મજા આવે એવી કેક છે. બેકિંગ સાથે સાથે આઈસીંગ પણ ખૂબ સરળ રીતે થઈ શકે છે તો ચાલો બનાવી લઈએ .. મે અહી મારા સન ના નામ ના લેટર થી બનાવી છે. Neeti Patel -
એગલેસ ન્યૂટ્રેલા કેક (Eggless Nutella cake Recipe In Gujarati)
#ડીનર કેક બનાવવા કોઈ તહેવાર કે પ્રસંગ ની જરૂર નથી હોતી, કેક ગમે ત્યારે બનાવી શકાય, બહાર ન જવુ પડે ને ઘરની જ વસ્તુ થી કેક બનાવી દીધી Nidhi Desai -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
કેક(Cake Recipe in Gujarati)
#cake#choklate#chilran specialદરેક વ્યક્તિ ને ભાવતી અને છોકરાવ ને તો ચોકલેટ અને કેક બન્ને ખૂબ પસંદ હોય છે એકદમ સોફ્ટ અને યમ્મી કેક ની રેસીપી શેર કરું છું તો જરૂર થી તમને પસંદ આવશે તો આવો કેક બનાવીએ ખાસ આ કેક મારી દીદી ની અનનીવર્સરી માટે બનાવી હતી અને મારી સેકન્ડ કેક હતી બહુજ સુંદર બની હતી Archana Ruparel -
-
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)
#વેસ્ટઇન્ડિયા#સાતમ#પોસ્ટ૩૨અત્યારે ચાલી રહેલા તહેવારમાં તેમજ બર્થ ડે, એનિવર્સરી, નાના મોટા પ્રસંગમા, નાની મોટી પાર્ટીમાં તેમજ વેસ્ટ ઇન્ડિયાના દરેક સ્ટેટમાં બનાવવામાં આવતી એમ પણ કહી શકે કે ઓલ ઇન્ડિયામાં કેક તો બધાને પસંદ હોય છે અને બનાવવામાં પણ આવે છે પરંતુ આ ચોકો લોડેડ કેક થોડી અલગ રીતે બનાવી ડેકોરેટ કરેલી છે જેથી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી નાનાથી માંડીને વડીલો સુધી દરેકને ખુબ જ પસંદ આવશે. ઉપરાંત આ કેક ને ઓવન અને કુકર બંનેમાં બનાવી શકાય એટલી આસાન છે. અહીં જે ડેકોરેશન કરેલું છે તે વૈકલ્પિક છે. ડેકોરેશન વગર પણ તમે બનાવી શકો છો અથવા તો તમારી પસંદનું ડેકોરેશન કરી શકો છો. Divya Dobariya -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#GA4#Week9#Mithai#Maindaકઈ નવુ ટ્રાય કરવા માટે મૈં રોઝ મિલ્ક કેક બનાવ્યું છે, અને ટેસ્ટ માં ખૂબજ સરસ બનીયું છે. Nilam patel -
-
ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું.... Palak Sheth -
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
કેક (cake recipe in Gujarati)
બાળકોને કેક ગમે છે. અને કેક ગની બધિ વિધિ બને છે. આજે મેં સરળ ચોકલેટ બિસ્કિટ કેક બનાવ્યો છે. જી બહુ જે સરળ અને સ્વાદિષ્ટ પાન છે. Zarna Jariwala -
ઓરીયો કેક (Oreo Cake recipe in Gujarati)
#DA#week1નાના મોટા બધા ને ભાવતી વાનગી... જોઈ ને મન લલચાય... Trusha Riddhesh Mehta -
ઓરિઓ ચોકલેટ કુકર કેક
#HMકેક તો બધાને ભાવે અને બર્થડે એનિવર્સરી જેવા ઓકેશન મા વપરાય છે. Bipin Makwana -
-
બોર્નવીટા કેક (bournvita cake recipe in gujarati)
#ફટાફટમાત્રા 3 જ સામગ્રી થી બનતી અને ઝડપ થી તૈયાર થતી આ કેક ખૂબ જ સરસ લાગે છે.. Dhara Panchamia -
સુખડી ગુલકંદ કેક (Sukhadi Gulkand cake recipe in Gujarati)
કૂકપડ નાં કોમ્યુનિટી મેનેજર એકતા દીદી ની રેસિપી થી આ વાનગી બનાવી છે અને ખૂબ સરસ બની અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. કેક નું એકદમ હેલ્ધી અને અલગ ફ્યુઝન છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
બ્લેક ફોરેસ્ટ કેક
#ચતુર્થી#મૈંદામે અહી ગણપતિ દાદા માટે કઈક નવું બનાવી મૂકી છું મોદક તો બધા બનાવે જ છે મે આજે કેક બનાવી છે પ્રસાદ માટે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe in Gujarati)
#CCC (ફ્રેન્ડ્સ આજે મે કંઈક નવું ટ્રાય કર્યું છે જે તમારી સાથે શેર કરું છું 2 ટાઈપ કેક શેક કેક બધા ની ફેવરિટ હોય છે તો આજે એમાં થી શેક બનાવી દીધું બવ મસ્ત લાગે છે જરૂર થી ટ્રાય કરજો) Dhara Raychura Vithlani -
કેક (cake recipe in Gujarati)
#ccc#Christmas ચોકલેટ કેકકેક બનાવવા માટે કોઈ બહાનાની જરૂર નથી જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી છેઆજે ક્રિસમસના તહેવાર પર કેકની રેસિપી મૂકે છે Rachana Shah
More Recipes
ટિપ્પણીઓ (6)