મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

#GA4
#Week5
#Italian

ઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ મોટો વાટકોમેક્રોની પાસ્તા
  2. ૧ ચમચીમીઠું
  3. ૧ ચમચીતેલ
  4. જરૂર મુજબ પાણી
  5. પાસ્તા ની ગ્રેવી માટે
  6. મોટો કાંદો જીણો સમારેલો
  7. મોટું ટામેટું જીણું સમારેલું
  8. કેપ્સીકમ જીણું સમારેલું
  9. ૮-૧૦ કડી લસણ
  10. ૨૦-૨૫ નંગ ઓલિવ સમારેલા
  11. ૨૦૦ ગ્રામ પાસ્તા સોસ
  12. ૩૦ ગ્રામ બટર
  13. ૧૦૦ ગ્રામ ચીઝ
  14. ૧ ચમચીતેલ
  15. ૧ વાટકીદૂધ
  16. ૧/૨ ચમચીઓરેગાનો
  17. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  18. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક તપેલી માં પાણી ગરમ કરો એને તેમાં એક ચમચી મીઠું અને તેલ નાખી ને પાસ્તા ને બોઇલ કરો, તેને વચ્ચે વચ્ચે ચલાવતા રેવુ જેથી કરી ને તે ચોંટી ની જાય.

  2. 2

    પાસ્તા બફાઈ જાય બરાબર એટલે તેને ઠંડા પાણી થી ધોઈ લેવા, એટલે તે ચોંટી જતા નથી એકબીજા સાથે.

  3. 3

    બધુ શાકભાજી જીણું સમારી લેવુ. એક પેન માં ૧ ચમચી તેલ નાખી ને ગરમ થઇ એટલે પેહલા લસણ ઉમેરવું, ત્યાર બાદ કાંદો ઉમેરી સાત્રી લેવું.

  4. 4

    ત્યારબાદ કેપ્સિકમ અને ટામેટા ને સતરવા, બધુ શાકભાજી કાચું પાકું j રાખવાનું છે.

  5. 5

    એક બાઉલ માં દૂધ લઈ ને તેમાં પાસ્તા સોસ મિકસ કરી લેવો. આના થી તે એકદમ ક્રીમી બને છે.

  6. 6

    પાસ્તા સોસ ને પેનમાં નાખી ને તેમાં પાણી, બટર ઉમેરવું, ચીઝ છીની ને ઉમેરવું.

  7. 7

    એમ તો પાસ્તા સોસ માં ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો હોય જ છે પણ ટેસ્ટ માં વધારો કરવા ઉમેરવા. ત્યારબાદ તેમાં બાફેલા પાસ્તા ઉમેરો, અને બ્લેક ઓલિવ ને લાસ્ટ માં ઉમેરવાના છે, એને બો કૂક કરવાના હોતા નથી.

  8. 8

    પછી તેને સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

Similar Recipes