છોલે ભટુરે(ગુજરાતી થાળી) (Chole Bhature Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. છોલે બનાવવા માટે ની સામગ્રી
  2. 2 કપકાબુલી ચણા 7 થી 8 ક્લાક પલરેલા
  3. 1બટેકુ
  4. 2ડુંગળી
  5. 2ટામેટા
  6. 12કળી લસણ
  7. 1લીલુ મરચુ
  8. 1આદુ નો ટૂકડો
  9. 7 દાણા મરી
  10. 3-4 લવિંગ
  11. 1તાજનો ટુકડો
  12. 2તમાલ પત્ર
  13. ચમચા તેલ
  14. 1 ચમચીઅજમા
  15. 1 ચમચીલાલ મરચું પાઉડર
  16. 1 ચમચીધાણા જીરું
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1/2 ચમચીહળદર
  19. સ્વાદ મુજબ મીઠું
  20. જરૂર મુજબ કોથમીર
  21. ભટુરે બનાવવા માટેની સામગ્રીઓ
  22. 1 કપમેેંદા નો લોટ
  23. ૧ કપઘઊ નો લોટ
  24. 1/4 કપરવો
  25. 1/2 કપદહીં
  26. 2 ચમચીખાંડ
  27. 2 ચમચીતેલ
  28. 1/2 ચમચીબેકિંગ સોડા
  29. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કુકરમાં કાબુલી,1 બટેટા ના ટુકડા,મરી,તજ,લવિંગ,તમાલ પત્ર,મીઠુ અને 4 ગ્લાસ પાણી નાખી કુકર બંધ કરી 5 થી 6 સીટી વગાડી લેવી

  2. 2

    હવે ભટુરે માટે લોટ બાંધીએ.ઘઊ અને મેંદા ના લોટ ને ચારી લેવો.તેમા રવો,દહીં,ખાંડ.,મીઠુ,બેકિંગ સોડા,તેલ અને થોડુ થોડુ પાણી નાખીને નરમ લોટ બાંધી 15 થી 20 મિનીટ ઢાકી ને રાખી દો.

  3. 3

    ડુંગળી અને ટામેટા ને ઝીણા સુધારી લેવાં.લસણ,આદુ અને મરચાને વાટી લેવાં.

  4. 4

    હવે છોલે ની ગ્રેવી બનાવીએ.એક લોયામા તેલ ગરમ કરી તેમાં અજમા નાખી ઝીણી સુધારેલ ડુંગળી નાખી સાતલી લેવી.ત્યાર બાદ તેમા લસણ,મરચું અને આદુ ની પેસ્ટ નાખી સાતળવુ.

  5. 5

    ડુંગળી અને લસણ સાતળાય જાય એટલે તેમાં ટમેટાંના ટુકડા નાખી સાતળવુ.ત્યાર બાદ તેમા બધા મસાલા નાખી હલાવવું.થોડુ પાણી નાંખીને ચડવા દેવુ.

  6. 6

    ગ્રેવી બરાબર ચડી જાય એટલે તેમાં બાફેલા ચણા પાણી સાથે નાખી દેવા.અને બટેટા ને મેસ કરિલેવાં.અને ચડવા દેવુ.

  7. 7

    હવે છોલે તૈયાર છે.તેને સર્વિંગ બાઊલ મા કાઢી લેવા.

  8. 8

    હવે ભટુરે બનાવી લેસુ.લોટને સરખો મસળી લો.તેમાથી મોટો લુવા બનાવી વળીને ગરમ તેલમાં ભટુરા ને તણી લેવા.

  9. 9

    હવે છોલે ભટુરે ને ડુંગળી અને ટામેટા ના ટુકડા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

ટિપ્પણીઓ

Similar Recipes