ટાકોઝ (Tacos Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

આ એક મેક્સિકન ડિશ છે જે બાળકો ને ખૂબ ભાવશે અને ખૂબ healthy recipe Che.આપડે અહીંયા ટાકોઝ શેલ , સ્ટફિંગ,uncooked salsa બનાવતા સીખશું

ટાકોઝ (Tacos Recipe In Gujarati)

આ એક મેક્સિકન ડિશ છે જે બાળકો ને ખૂબ ભાવશે અને ખૂબ healthy recipe Che.આપડે અહીંયા ટાકોઝ શેલ , સ્ટફિંગ,uncooked salsa બનાવતા સીખશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ થી ૫ લોકો
  1. ૧/૨ કપમેંદા નો લોટ
  2. ૧/૨ કપમકાઈ નો લોટ અડધો
  3. ૧ ચમચીઅજમો
  4. સ્વાદ મુજબમીઠું
  5. જરૂર મુજબતેલ
  6. જરૂર મુજબપાણી
  7. ૧ કપરાજમા
  8. ૧ કપમકાઈ
  9. ૧ કપકેપ્સીકમ
  10. ૫-૬ નંગ ડુંગળી
  11. ૫-૬ નંગ ટામેટા
  12. ૨ ચમચાટામેટા નો સોસ
  13. જરૂર મુજબઓરેગાનો
  14. જરૂર મુજબચીલી ફ્લેક્સ
  15. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  16. ૨ ટેબલ સ્પૂનબટર
  17. જરૂર મુજબઆદુ મરચા લસણ ની પેસ્ટ
  18. ૨ કપફણગાવેલા મગ
  19. જરૂર મુજબકોથમીર
  20. જરૂર મુજબચાટ મસાલો
  21. જરૂર મુજબમરી
  22. ૧ નંગલીંબુ
  23. જરૂર મુજબખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટાકોઝ બનાવવા માટે મેંદા ના લોટ અને મકાઈ ના લોટ ને સરખા પ્રમાણ માં લઇ તેમાં અજમો,મીઠુ અને તેલ નાખી અને લોટ બાંધવો...પૂરી કરતા સહેજ કઠણ લોટ બાંધવો..

  2. 2

    કણક બાંધી ને તૈયાર થઈ જાય એટલે ૧૦ મિનિટ નો રેસ્ટ આપ્યા બાદ એમાં થી નાની નાની પૂરી વણી અને ગરમ તેલ માં તળી લો..પૂરી કાચી પાકી શેકાય ત્યારે જ એને ચીપિયા ની મદદ થી શેલ જેવો આકાર આપી દેવો..

  3. 3

    આ ટાકોઝ શેલ ને airtight Dabba ma ૧૦ thi ૧૫ divas sudhi સાચવી શકાય છે..

  4. 4

    પૂરણ બનાવવા માટે: બટર ને ગરમ કરી એમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરવી ત્યારબાદ તેમાં ટામેટા ને અને ડુંગળી ને બારીક કાપેલા નાખવા અને એમાં રાજમા કેપ્સીકમ અને મકાઈ ઉમેરવી..લાલ મરચું અને મીઠું ઉમેરો.ખૂબ ચડવા દો. ઉપર થી ટામેટા નો સોસ અને થોડું ખમણેલું ચીઝ ઉમેરો..

  5. 5

    હવે uncooked salsa બનાવવા માટે ફણગાવેલા મગ, જીણા સમારેલા ટામેટા,જીણા સમારેલી ડુંગળી બધું મિક્સ કરી અને એમાં મીઠુ ઓરેગાનો ચિલીફેક્સ અને લીંબુ ઉમેરી અને હલાવી લો ઉપર થી થોડી કોથમીર મિક્સ કરી ફરી થી હલાવી લો તો તૈયાર છે uncooked salsa..

  6. 6

    હવે ટાકોઝ શેલ માં પહેલા કોબી નું છીણ પાથરો પછી સ્ટફિંગ પાથરો પછી uncooked salsa ane ત્યાર બાદ ચીઝ નાખી અને સર્વ કરો..

  7. 7

    તૈયાર છે yummy ટાકોઝ...🌮🌮🌮

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

ટિપ્પણીઓ

Similar Recipes