પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)

#trend4
#palakpaneer
#પાલક
#paneer
#punjabi
#પંજાબી
પાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4
#palakpaneer
#પાલક
#paneer
#punjabi
#પંજાબી
પાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ ને એક પેન માં મીડીયમ ફ્લેમ પર 2-3 મિનિટ બાફી લો. (પાલક નું પાણી છૂટું પડશે એટલા માટે વધારા નું પાણી નાખવાની જરૂર નથી). હવે ગેસ બંધ કરી બાફેલી પાલક ને તરત બરફ અને પાણી થી ભરેલા બાઉલ માં નાખી દો જેથી પાલક નો રંગ લીલો જળવાય રહે.
- 2
હવે મિક્સી જાર માં સમારેલો કાંદો, ટામેટું, લસણ, આદુ, અને લીલા મરચાં ને વાટી ને પેસ્ટ બનાવી લો અને એક બાઉલ માં કાઢી લો. ત્યારબાદ બાફેલી પાલક ને નિતારી ને એજ મિક્સી જાર માં લઇ તેમાં કોથમીર નાખી, વાટી ને પેસ્ટ બનાવી લો.
- 3
હવે એક પેન માં તેલ, ઘી અને માખણ નાખો। તેમાં ઉપર જણાવેલ બધા આખા ગરમ મસાલા નો વઘાર કરો. પછી તેમાં જીરું ફોડો। હવે તેમાં કાંદા-ટામેટા ની પેસ્ટ ઉમેરી સાંતળો। તેલ છૂટું પડે એટલે તેમાં ચપટી હળદર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ફરી 2 મિનિટ સાંતળો।
- 4
હવે તેમાં પાલક-કોથમીર ની પેસ્ટ ઉમેરો। ગ્રેવી ની થીક્નેસ પ્રમાણે થોડું પાણી નાખી મિક્સ કરી 2-3 મિનિટ સાંતળો। ત્યાર બાદ તેમાં પનીર ના ટુકડા નાખો અને મિક્સ કરી ફરી 4-5 મિનિટ કકળાવો।
- 5
પાલક પનીર તૈયાર છે. ગાર્નિશ કરવા ઉપર થી ફ્રેશ ક્રીમ નાખો। ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. સાથે પરાઠા,તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સર્વ કરો.
Similar Recipes
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#WLDશિયાળામાં પાલક બહુજ સરસ મળે છે. આજે માર્કેટ માં થી તાજી પાલક લઈ આવી, વિચાર્યું કે સાંજે પાલક- પનીર બનાવીશ. મારા હસબન્ડ ને પાલક-પનીર બહુજ પસંદ છે તો.... ચાલો જોઇએ એની રેસીપી. Bina Samir Telivala -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4#green_recepiesપાલક એ સૌથી ઉત્તમ ઔષધ અને શાકભાજી પણ છે પાલકમાં લોહતત્વ ,ફાઇબર ,પ્રોટીન, વિટામિન્સ ,એન્ટી ઓક્સિડન્ટ બધું જ છે પાલક નુ પનીર સાથે કોમ્બીનેશન ખૂબ જોરદાર છે અહીં મે પાલક પનીર બનાવવાની સૌથી સરળ રીત શેર કરી છે sonal hitesh panchal -
ક્રીમી સ્પીનેચ સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#spinachsoup#soup#પાલક#સૂપ#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ગરમ ગરમ સૂપ પીવા ની ખૂબ માજા આવે. વિવિધ પ્રકાર ના સૂપ બનાવ્યા અને પીધા પણ પાલક નો સૂપ પેહલી વખત ટ્રાઈ કર્યો. મન માં એમ હતું કે ઘર માં બધા ને ભાવશે કે નહિ. પણ આખરે પાલક નો સૂપ સફળ થયો. બધા ને ભાવ્યો. અમારા ઘર માં બનતા સૂપ ની યાદિ માં આ સૂપ નો ઉમેરો થયો. આમ પણ પાલક મારા હસબન્ડ ની મનપસંદ ભાજી છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને ઝડપી છે તથા સ્વાદ માં ક્રીમી લાગે છે. ઉપર થી લીંબુ નીચવી ને પીવા થી સૂપ ના સ્વાદ માં વૃદ્ધિ થાય છે. Vaibhavi Boghawala -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#trend4#week4#post4#પાલક_પનીર (Palak Paneer Recipe in Gujarati )#punjabi_dhaba_style આ પાલક પનીર એ ઉત્તર ભારત ની ફેમસ ડીશ છે. શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પ્રખ્યાત ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પરંતુ આ પાલક પનીર સબ્જી ફક્ત ઉત્તર પ્રાંત માં જ નઈ પણ આપણા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, કેલ્શિયમ, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Daxa Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
આ એક ખુબ જ સુંદર અને ઓછા પદાર્થો અને ઓછા સમય મા બનતું શાક છે. #GA4 #WEEK1 #PUNJABI Moxida Birju Desai -
મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
#GA4#Week13#Mushroom#મશરૂમ#cookpadindia#cookpadgujaratiમશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે. Vaibhavi Boghawala -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
-
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#RC4Greenપાલક પનીર નું કોમ્બિનેશન હંમેશા આપણે ખુબ ભાવે છે. એ જ પાલક પનીર નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. ખૂબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterશિયાળા માં પાલક બહુ જ સરસ મળે છે તેમાં આઇરન નું પ્રમાણ બહુ સારું હોય છે જે હિમોગ્લોબીન વધારવા માટે ખૂબ ઉપયોગી થાય છે અને પનીર માંથી સારા પ્રમાણ માં પ્રોટીન મળે છે.માટે ખૂબ સારું કોમ્બિનેશન છે.lunch હોય કે ડિનર બન્ને માં આ ક્રીમી પાલક પનીર આપને જમવા માં લઈ શકીએ .નાના બાળકો આ રીતે આરામ થી પાલક હસતા હસતા ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
🥬બેક્ડ પાલક પનીર બહાર🥬 (Baked Palak Paneer Bahar Recipe in Gujarati
#GA4#Week4કીવર્ડ: Bakedપાલક, મિક્સ વેજ. અને પનીર ચીઝ ના કોમ્બિનેશન થી બનેલ આ બેક ડિશ એક indi-fusion છે. Kunti Naik -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
આલુ પાલક
#લીલી માર્કેટ માં અત્યારે લિલી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે.ભાજી તો એટલી તાજી મળે છે કે આપણે માર્કેટ માં જાઈ તયારે ઘર માં પડેલી હોવા છતાં લેવાનું મન થઇ જાય. અને શિયાળા માં ખાવી જ જોઈએ.મને પાલક બોવ ભાવે.. પાલક પનીર,પાલક ભજીયા,પાલક મુઠીયા,પાલક સુવા, પાલક નો હેલ્થી જ્યુસ...અને આજે આલુ પાલક બનાવ્યું છે.. તો ચાલો રેસીપી જોઈએ. Krishna Kholiya -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani -
પાલક-પનીર પીનવ્હીલ (Palak Paneer Pinwheels Recipe In Gujarati)
#પાલક- -પનીર પીનવ્હીલ આ ડીશ ખૂબ તીખી અને ટેસ્ટી છે જેમાં પનીર અને પાલક જે બેય ખૂબ હેલ્ધી છે આપણા શરીર માટે પનીર ફૂલ ઓફ પ્રોટીન અનેપાલક ફાયબર અને કેશિયમ થી ભરપૂર છે માટે મેં આ સામગ્રી પસંદ કરી વળી ગરમી માં પાલક શરીર ને ઠંડુ રાખવા માં મદદ કરે 6. તો જોઈએ રેસિપી.#વિકમીલ૧ Naina Bhojak -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
-
પાલક પનીર સેન્ડવિચ(Palak paneer Sandwich Recipe in Gujarati)
પાલક પનીર સેન્ડવિચ એક fusion (મિશ્રણ ) રેસીપી મે બનાવી છે. ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં ખાવા ની મજા આવે છે. #NSD#સેન્ડવિચ ચેલેન્જ#પાલક પનીર સેન્ડવિચ Archana99 Punjani -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
લસુની પાલક પનીર(Garlic Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર તો એકદમ ફેમસ છે જ પણ જ્યારે પાલક લસણ અને ધાણા સાથે પેસ્ટ બને એની મજાજ કઈ ઓર છે#MW4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar)
More Recipes
ટિપ્પણીઓ (25)