લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week7
#Khichdi
દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે.
નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.
મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક અને લસણ પણ ઉમેરીયા છે જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1/2 કપખીચડીયા ચોખા
  2. 1/2 કપમગની ફોતરાવાળી દાળ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/4 ચમચીહળદર
  5. 1/4 ચમચીહિંગ
  6. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 2 ચમચીધી
  8. 1મોટી ડુંગળી ઝીણી સમારેલી
  9. 2 ચમચીઝીણુ સમારેલું લસણ
  10. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1 કપપાલકની પ્યુરી
  12. 1/2 ચમચીલીંબુનો રસ
  13. સ્વાદાનુસારમીઠું
  14. 1 ચમચીધી
  15. 1/2 ચમચીજીરૂ
  16. 1 નંગલાલ સૂકું મરચું
  17. 1/2 ચમચીલસણ ની સ્લાઈસ
  18. 1/2 ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા અને દાળને સરખા ભાગે લઈ ચોખ્ખા પાણી થી ધોઈ તેમાં મીઠું, હળદર, હિંગ અને મરચું ઉમેરી કુકરમાં રેગ્યુલર ખીચડી બનાવી લેવાની છે.

  2. 2

    એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ડુંગળી, લસણ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેને સોતળવાના છે.

  3. 3

    હવે તેમાં પાલકની પ્યુરી, લીંબુનો રસ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  4. 4

    તૈયાર કરેલી રેગ્યુલર ખીચડીને આ પાલકના મીક્ચર માં ઉમેરી દેવાની છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં લસણ ની ચિપ્સ, જીરુ અને સૂકું લાલ મરચું સાતળી લેવાના છે. આ વઘારને તૈયાર કરેલી પાલક ખીચડી પર ઉમેરવાનો છે.

  6. 6

    તો અહીંયા લસુની પાલક ખીચડી સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes