સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)

Harita Dave
Harita Dave @HnDave
શેર કરો

ઘટકો

૧.૩૦મીનીટ
5 સર્વિંગ્સ
  1. ૧ કીલો પાકા સીતાફળ
  2. ૨ લીટર દુધ
  3. ૧૨ ચમચી ખાંડ
  4. ૫ ચમચીમીલ્કપાઉડર
  5. જરૂર મુજબ કેસર
  6. જરૂર મુજબ બદામ પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧.૩૦મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ અને મિલ્ક પાઉડર એક જાડા તળિયા વાળા વાસણ માં લઇ ને ઉકળવા મૂકી દો.સીતાફળ નો પલ્પ કાઢવા એક સ્ટીલ ની ગરની માં લઇ અને તેમાં ચમચા વડે ગોળ ફેરવો એટલે બી નીકળી જશે.અને પછી બધા બી વીણી અને પલ્પ અલગ કરી દેવો છેલ્લે વધે તેને કટકા જ નાખી દેવા.

  2. 2

    હવે દૂધ ને હલાવતા રહીશું 1/2 દૂધ થઇ જાય એટલે તેમાં ખાંડ નાખી દઇશુ.ખાંડ ઓગળે એટલે કેસર નાખી દઇશુ પછી ગેસ બંધ કરી અને સીતાફળનો પલ્પ નાંખીશુ.અને મિક્સ કરી લઈશુ બદામ અને પિસ્તા થી ગાર્નીસ કરીશુ.અને ફ્રીઝ માં તેને ઠંડુ કરવા મૂકી દઇશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Dave
Harita Dave @HnDave
પર

ટિપ્પણીઓ (3)

Sunanda Das
Sunanda Das @cook_sunanda7
Saw my recipes if you like pls comment &follow me ❤

Similar Recipes