એગલેસ ડાર્ક ચોકલેટ કેક  (Eggless Dark Chocolate cake recipe in Gujarati)

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

ચોકલેટ કેક જેમાં મેંદો કોકો પાઉડર, ચોકલેટ ફજ, ઓઈલ, દૂધ, ખાંડ જેવી રેગ્યુલર સામગ્રી વડે એક યમી કેક બનાવી શકાય અને ઘણી સરસ અને ઝડપથી બનાવી શકાય, કેક બનાવવા મા માપ નુ મહત્વ હોય છે અને બરાબર માપ વડે બનાવવામાં આવે તો કેક સારી જ બને છે ,હંમેશા એક જ કપ વડે સામગ્રી ઉમેરો તો કેક ખૂબ સરસ બને છે, ચમચી ના માપ માટે પણ એક જ ચમચીનુ માપ બરાબર હોય તો કેક સોફ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

તૈયારી માટે  20 મીનિટ,બનાવવામાં  1 કલાક થી વધારે
1 કિલો
  1. 2 કપમેંદો (300g)
  2. 1 કપડરેલી ખાંડ (150g)
  3. 1 કપખાંડ (150g)
  4. 5 ચમચીકોકો પાઉડર
  5. 2 ચમચીબેકિંગ પાઉડર
  6. 1 ચમચીબેકિંગ સોડા
  7. 1-1/2 કપ દૂધ
  8. 1 કપતેલ/ બટર
  9. 1 બોટલચોકલેટ ફજ (Dr bedker)
  10. 15-20પકૅ ચોકલેટ
  11. 2ડેરી મિલ્ક

રાંધવાની સૂચનાઓ

તૈયારી માટે  20 મીનિટ,બનાવવામાં  1 કલાક થી વધારે
  1. 1

    એક ચાળણીમાં મેંદો ડરેલી ખાંડ, કોકો પાઉડર,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા લઈને એક બાઉલમાં છાણી લો, ગાગળા ન રહે એ માટે બીજા બાઉલમાં તેલ લો, એમા દૂધ ઉમેરો બરાબર મિક્સ કરો પછી એ મેંદા ના મિક્સરમા ઉમેરો હવે ઈલેક્ટ્રીક હેન્ડી મિક્સી થી એકરસ કરો 2-3 મિનિટ સુધી

  2. 2

    પછી એમા આખી ખાંડ ઉમેરો પાછુ 2 મિક્સી થી ફેરવી લો બરાબર મિક્સ થાય આને ફ્લરી બને એટલે માઈક્રોવેવ ના કાચના બાઉલમાં બરાબર તેલ લગાવીને આ તૈયાર કરેલ મિક્સર ઉમેરો

  3. 3

    માઈક્રોવેવ +કન્વેન્શન 660 c ઉપર 2 મિનિટ સુધી પ્રિહીટ કરો પછી, આ બાઉલ મૂકી ને માઈક્રોવેવ+ કન્વેન્શન મોડ ઉપર 660c ઉપર 7 મિનિટ થવા દો વચ્ચે થી કાચુ ન રહેવુ જોઈએ ચપ્પુ વડે જોઈ લેવુ 7-8 મિનિટ મા કેક બની જાય છે

  4. 4

    પછી સંપૂર્ણ પણે ઠંડી પડી જાય ત્યાં સુધી રાહ જોવી પછી જ ડીસમા ઉલટાવીને કેક કાઢી લેવી,વચ્ચેથી કાપીને એણી ઉપર ચોકલેટ ફજ લગાવો પછી પાછુ ઉપર મૂકીને ચોકલેટ ફજ બધે સમાંતર લગાવો, ઉપરથી ડેરીમિલ્ક છીણી લો ચારેબાજુ પકૅ ચોકલેટ લગાવી દો

  5. 5

    ફ્રીજમા 5-6 કલાક ઉપર સેટ થવા મુકો, તૈયાર ચોકલેટ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

Similar Recipes