વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

શિયાળામાં શાકભાજી સરસ આવે છે અને પુલાવ એવી ડિશ છે જે લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. લગભગ બધા ને ભાવે જ છે. અહીં મેં કુકરમાં વેજીટેબલ પુલાવ બનાવ્યો છે. ઝડપથી બની જાય છે અને પાણી નું બરાબર માપ લેવા થી એકદમ છુટો પણ બને છે. સાથે સલાડ, રાઇતું અને પાપડ હોય તો પરફેકટ ડિનર....
#GA4
#Week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીચોખા
  2. ૧/૨કેપ્સીકમ
  3. ૧/૨ગાજર
  4. ૧/૨ડુંગળી
  5. નાનું બટાકુ
  6. ૨ ચમચીવટાણા
  7. ૧ ચમચો તેલ વઘાર માટે
  8. ૧/૨ ચમચીજીરૂ
  9. ૧/૨ ચમચીરાઈ
  10. ૧/૪ ચમચીહિંગ
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. ૧ ચમચીમરચું
  13. ૧/૨ ચમચીહળદર
  14. સ્વાદાનુસારમીઠું
  15. જરૂર મુજબ પાણી બધી સામગ્રી ડુબે તેટલું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈને ૧૫-૨૦ મિનિટ પલાળી રાખો. શાકભાજી સમારીને તૈયાર કરી લો.

  2. 2

    કુકરમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરૂં હિંગ નાખી શાકભાજી ઉમેરીને થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ચોખા ઉમેરો અને બરાબર મિક્ષ કરો.

  3. 3

    બધા મસાલા કરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી કુકરમાં ૨ સીટી વગાડી લો. કુકર‌ને બરાબર સીઝવા દો.

  4. 4

    તો તૈયાર છે ગરમાગરમ વેજીટેબલ પુલાવ. સલાડ, રાયતા અને પાપડ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

Similar Recipes