રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સુજી લઈ તેમાં અડધો કપ દહીં નાખો અને થોડું પાણી નાખી મિક્સ કરો થોડીવાર ઢાંકીને આથો આવવા દો
- 2
ત્યારબાદ સોજીના મિશ્રણના બે પાર્ટ કરો એક પાર્ટમાં લીલી ચટણી નાખો
- 3
પહેલા સફેદ પાટૅમા મીઠું અને સોડા નાખી મિક્સ કરો પછી લીલા પાર્ટ માં મીઠું અને ચપટી સોડા નાંખી મિક્સ કરો
- 4
હવે સ્ટીમ ઢોકળાના કુકરમાં પ્લેટને ગ્રીસ કરી તેમાં પહેલા વ્હાઈટ ઢોકળા નો બેટર નાખો અને પાંચ મિનિટ નાખી સ્ટીમ થવા દો
- 5
ત્યારબાદ પાંચ મિનિટ પછી તેની ઉપર ગ્રીન કલરનું બેટર નાખી પાંચ મિનિટ સ્ટીમ થવા દો
- 6
હવે પાછું તેની ઉપર વ્હાઈટ કલરનો બેટર નાખી દસ મિનિટ માટે સ્ટીમ થવા મૂકો
- 7
ત્યાર પછી ઢોકળા ને બહાર કાઢી થોડીવાર ઠંડા થવા મૂકો
- 8
ત્યારબાદ તેના પીસ કરી વઘારો
- 9
વઘાર કરવા માટે એક પેનમાં થોડું તેલ નાખી રાઈ નાખો રાઈ તતડે પછી તેમાં મીઠા લીમડા ના પાન અને લીલું મરચું નાખી ઢોકળા નાખી હલાવો અને ઉપરથી કોથમીર નાખો
- 10
તો તૈયાર છે આપણા સેન્ડવીચ ઢોકળા
Similar Recipes
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujarati# food lover Amita Soni -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#વીક3પોસ્ટ- 16 વરસાદી મોસમ હોય ને ચા ની ચુસ્કી સાથે કંઈક ગરમાગરમ નાસ્તો મળી જાય તો મજ્જા પડી જાય...એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા માં ઢોકળાની ગણના થાય છે તીખી ચટપટી ચટણી વડે વધારે સ્વાદ ઉમેરાય છે..ચાલો સૌનો પ્રિય નાસ્તો બનાવીયે.... Sudha Banjara Vasani -
-
-
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
-
-
-
-
-
સોજી સ્પ્રાઉટ્સ સેન્ડવીચ ઢોકળા (Semolina Sprouts Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadindia#cookpadgujarati#BW#instantઢોકળા અનેક પ્રકારના બનાવી શકાય છે .એમાં પણ આથા વાળા અને ઇન્સ્ટન્ટ બંને રીતે બને છે .આજે મે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા ને હેલ્થી વર્ઝન માં બનાવ્યા છે .વચ્ચે ચટણી ને બદલે સ્પ્રાઉટ સાથે પાલક અને ઓટ્સ ના મિશ્રણ નું લેયર કર્યું છે .જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા છે . Keshma Raichura -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતની વિશેષતા ધરાવતું ફરસાણ છે પરંતુ હવે સમગ્ર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ઢોકળા બનાવવાના ઘણા પ્રકારો છે, તે ચણાનો લોટ, રવો, મિશ્રિત અનાજ, દાળ અને ચોખા અને બીજા ઘણા સંયોજનો સાથે બનાવી શકાય છે. સેન્ડવીચ ઢોકળાને તમે ગુજરાતી જમણવારમાં ફરસાણ તરીકે પણ પીરસી શકો છો. આ ઢોકળા મારા પરિવારનો મનપસંદ નાસ્તો છે તેથી હું ઘણીવાર અલગ જ બનાવું છું. અને બાળકોને લંચ બોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે.તો આવો જાણી લઇએ સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી અને રીત.. Riddhi Dholakia -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2#CookpadIndia#Cookpad_gujarati Komal Khatwani -
રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
#GA4#Week20રાગી કે નાચલી(finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય.ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે.હું કાયમથી ઘરમાં રાગીનો ઉપયોગ કરતી આવી છું. તમે હાંડવો, ઢોકળાં, ઇડલી, ઢોંસા, ખીચડી...વગેરે જેવી વાનગીઓમાં ચોખાનો ભાગ અડધો કે એનાથી ઓછો કરી તેટલા ભાગની રાગી ઉમેરી લો. બન્યા પછી સ્વાદમાં કોઇ જ ફરક નહીં પડે. બધું તેટલું જ સ્વાદિષ્ટ બનશે. ઉપરથી રાગીના ફોતરાના ફાઇબર્સ થી બધી જ વાનગી વધારે સોફ્ટ બનશે અને પચવામાં પણ બહુ જ આસાન.એ જ રીતે ઘઉંનો લોટ દળાવતી વખતે ઘઉં સાથે સોયાબીન, જુવાર અને રાગી ઉમેરી લો. રોટલી, ભાખરી વધારે સોફ્ટ થશે અને સ્વાદમાં વધારે કાંઇ ફરક નહીં પડે.આજે મેં અહીં આખા રાગીના દાણાને ચોખા, અડદની દાળ સાથે પલાળી ઘરે જ ખીરું બનાવી તેના સેન્ડવીચ ઢોકળા અને રાગી ઇડલી બનાવી છે...સાથે એક લેયર માટે રેગ્યુલર સફેદ ખીરું બનાવ્યું છે.ઢોકળા ને ઇડલી બહુ જ સોફ્ટ ને મસ્ત બન્યા છે. ફેમીલીમાં બધાને ખૂબ જ ભાવ્યું. રેસીપી અહીં મૂકી રહી છું. Palak Sheth -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2જ્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે જલ્દીથી બની જાય તેવા સોજીના ઢોકળા મેં આજે બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ