વેજ ઉપમા(Veg upma recipe in Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

આ વાનગી નાસ્તા માં અને રાતે જમવા માં બનાવવામાં આવે છે.. ખૂબ જ હેલ્થી અને ઓછા ટાઈમ માં બની જતી આ ઉપમા નાના મોટા સૌ ની પ્રિય હોઈ છે.. બાળકો વેજિટેબલ નથી ખાતા હોતા તો આમાં નાખી અને એને આપી શકાય..

વેજ ઉપમા(Veg upma recipe in Gujarati)

આ વાનગી નાસ્તા માં અને રાતે જમવા માં બનાવવામાં આવે છે.. ખૂબ જ હેલ્થી અને ઓછા ટાઈમ માં બની જતી આ ઉપમા નાના મોટા સૌ ની પ્રિય હોઈ છે.. બાળકો વેજિટેબલ નથી ખાતા હોતા તો આમાં નાખી અને એને આપી શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1.5 વાટકા રવો
  2. 2 ચમચા ઘી
  3. 2 ચમચાતેલ
  4. 1/2ટીસ્પૂન હિંગ
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીસફેદ અડદ દાળ
  7. 2 નંગડુંગળી
  8. 2 નંગટામેટા
  9. 1 નંગબટેટુ
  10. 10-15 વટાણા
  11. 1 નંગગાજર
  12. લીમડો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1-2 ચમચીખાંડ
  15. 2 નંગલીંબુ
  16. 4.5 વાટકા પાણી
  17. 1/2ચમચી તજ લવિંગ નો ભૂકો
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા એક લોયા માં ઘી ગરમ કરવા મૂકી તેમાં રાઈ અને અડદ દાળ નાખવી.. પછી તેમાં લીમડો ડુંગળી નાખી સાંતળવા દેવું.

  2. 2

    બરાબર હલાવ્યા બાદ એમાં રવો ઉમેરો અને હલાવતા રહો..બીજી બાજુ એની બાજુ ના ગેસ પર તપેલી માં પાણી ગરમ કરવા મુકો

  3. 3

    રવા નો કલર થોડો બદલાય અને બરાબર શેકાય જાય પછી ગરમ પાણી ઉમેરવું અને હલાવ્યા કરવું.

  4. 4

    થોડું પાણી બળે અને ઘટ્ટ થાય તૈયાર બાદ એમાં મિક્સ બાફેલા શાક મીઠું લીંબુ તજ લવિંગ નો ભૂકો અને ખાંડ એડ કરી હલાવ્યા કરવું

  5. 5

    સરસ મિક્સ થઇ જાય તૈયાર બાદ એમાં 1 ચમચી જેટલું ઘી નાખી ફરી થી હલાવી લેવું..

  6. 6

    ગરમા ગરમ જ સર્વ કરો.. મેં ડિનર માં બનાવી છે એટલે દહીં સાથે સર્વ કરી છે..

  7. 7

    શાક માં તમે ફણસી મકાઈ પણ ઉમેરી શકો છો.. અને કોઈ પણ શાક વગર પણ બનાવી શકો છો... આ જ માપ થી બનાવશો તો એકદમ પરફેક્ટ ઉપમા બનશે..આમાં મેં મારી ઉપમા માં ચીઝ પણ નાખ્યું હતું... ચીઝ નાખી ને પણ બનાવી શકો ખૂબ મજા આવશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

Similar Recipes