કોરોના બુસ્ટર ચા(corona booster chai recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#MW1
ઇમ્યુનિટી રેસીપી
ફ્રેન્ડ્સ ઉકાળામાં દૂધ એડ કરો તો એક નવી ચા મળે છે, મે ત્રણ ટાઈપ ની ચા બનાવી છે જે તમને ખૂબ જ પસંદ આવશે અને પીવામાં પણ એકદમ હેલ્ધી છે ફ્રેન્ડસ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ ચા જરૂરથી બનાવજો. અને ચામાં થોડીક ટિપ્સ પણ શેર કરી છે.

કોરોના બુસ્ટર ચા(corona booster chai recipe in Gujarati)

#MW1
ઇમ્યુનિટી રેસીપી
ફ્રેન્ડ્સ ઉકાળામાં દૂધ એડ કરો તો એક નવી ચા મળે છે, મે ત્રણ ટાઈપ ની ચા બનાવી છે જે તમને ખૂબ જ પસંદ આવશે અને પીવામાં પણ એકદમ હેલ્ધી છે ફ્રેન્ડસ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ ચા જરૂરથી બનાવજો. અને ચામાં થોડીક ટિપ્સ પણ શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 વ્યક્તિ
  1. ઈમ્યુનીટી ચા
  2. 1 ચમચીચા
  3. 4-5આદુ ની સ્લાઈસ
  4. થોડાતુલસી ના પાન
  5. 2તજ ના ટુકડા
  6. 1/2 ચમચીમરી ના દાણા
  7. સ્વાદ મુજબ છીણે લો ગોળ
  8. 1 કપપાણી
  9. 1/2 કપદૂધ
  10. એનર્જીટીક ચા
  11. 1 ચમચીચા
  12. 5-7લેમનગ્રાસ ના પાન
  13. 4-5આદું ની સ્લાઈસ
  14. થોડાફુદીના ના પાન
  15. સ્વાદ પ્રમાણેછીણેલો દેશી ગોળ
  16. 1 કપપાણી
  17. 1/2 કપદૂધ
  18. ડાયજે‌‌સ્ટીવ ચા
  19. 1 કપપાણી
  20. 1 ચમચીચા
  21. 4ઇલાયચી
  22. 2તજ ના ટુકડા
  23. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    ઇમ્યુનીટી ચા બનાવવા એક ચા પેનમાં ગરમ પાણી મૂકી તેની અંદર ચા તજના ટુકડા અને મરી નાંખી રેડિશબ્રાઉન કલર આવે ત્યાં સુધી ઉકળવા દો

  2. 2

    અડધો કપ પાણી રહે ત્યારે તેમાં દૂધ એડ કરી ઊભરો આવવા દો અને ઉભરો આવે એટલે આદુ અને તુલસીના પાન એડ કરી 1/2મિનિટ માટે ઉકાળી લો. ખાસ ધ્યાન રાખવું કે દૂધનો ઊભરો આવે પછી જ આદુ એડ કરવું જો પહેલા આદુ એડ કરશો તો ચા ફાટી જશે

  3. 3

    હવે ગેસ બંધ કરી થોડી સ્ટીમ નીકળી જાય પછી સ્વાદ પ્રમાણે છીણેલો ગોળ એડ કરો ખાસ ધ્યાન રાખો કે થોડી સ્ટીમ નીકળ્યા પછી ગોળ એડ કરવો જો ગરમાગરમ ચા ની અંદર ગોળ એડ કરશો તો ચા ફાટી જશે, રેડી છે ઈમ્યુનીટી ચા.

  4. 4

    એનર્જીટીક ચા બનાવવા માટે ની ચા પેન ની અંદર પાણી ગરમ કરી એની અંદર ચા એડ કરો અને અડધો કપ રહે ત્યાં સુધી ઉકાળી લો

  5. 5

    હવે તેને અંદર ફુદીનો,લેમન ગ્રાસ અને આદુ ઉમેરીને 1/2મિનિટ માટે ઉકાળી લો, ગેસ બંધ કરી થોડી સ્ટીમ નીકળે પછી સ્વાદ પ્રમાણે ગોળ એડ કરી ગરમાગરમ સર્વ કરો.

  6. 6

    ડાઈજેસ્ટીવ ચા બનાવવા માટે ચા પેન માં પાણી અને ચા એડ કરો થોડું પાણી ઉકળવાની શરૂઆત થાય એટલે તેની અંદર તજના ટુકડા, ઇલાયચી નાખીને અડધો કપ રહે ત્યાં સુધી ઉકાળી લો

  7. 7

    ગેસ બંધ કરી સર્વ કરવા સમયે તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરવું રેડી છે ડાઈજેસ્ટીવ ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes