બેસન ઢોકળી નું શાક(Besan dhokli nu shak recipe in Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકીબેસન (ચણા નો લોટ)
  2. ૧ ગ્લાસછાસ
  3. ૧ મોટી વાટકી દહીં
  4. ૨ ચમચીલસણ બારીક સમારેલ
  5. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર પાઉડર
  7. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચીસબ્જી મસાલા
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૬-૮ ચમચી તેલ
  12. ચપટીરાઈ
  13. ચપટીજીરું
  14. ચપટીહિંગ
  15. ૮ થી ૧૦ મીઠાં લીમડા ના પાન
  16. તમાલપત્ર પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકી માં બેસન લો. તેમાં થોડી છાસ નાખી પેસ્ટ બનાવી દો.

  2. 2

    હવે ગેસ પર એક પેન માં ૨ ચમચી તેલ ગરમ કરો. તેમાં થોડું લસણ નાખી સાંતળી લો. ત્યારબાદ છાસ ઉમેરી દો.

  3. 3

    હવે છાસ માં મરચું, હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવી દો. હવે બેસન ની પેસ્ટ છાસ માં નાખી દો.

  4. 4

    હવે હલાવ્યા કરો. ધીમે ધીમે બેસન ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો. થોડું ધટ્ટ થાય ત્યારબાદ તેમાં ૧ ચમચી તેલ નાખી હલાવ્યા કરો... (જેથી ઢોકળી લીસ્સી સરસ બને છે.)

  5. 5

    હવે બેસન ઘટ્ટ થાય એટલે એક થાળી તેલ થી ગ્રીસ કરી તેમાં ઢોકળી માટે બેસન પાથરી દો.

  6. 6

    ત્યારબાદ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. ઠંડુ થાય ત્યારબાદ કાપા કરી ઢોકળી રેડી કરી લો.

  7. 7

    હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, લીમડો ઉમેરી દો.ત્યારબાદ થોડું લસણ નાખી સાંતળી લો.

  8. 8

    હવે વઘાર માં દહીં નાખી દો. બરાબર વઘાર માં દહીં મિક્સ કરી દો. હવે દહીં માં લાલ મરચું, ધાણાજીરું, હળદર, મીઠું, સબ્જી મસાલા, ગરમ મસાલો નાખી ૨ મિનિટ ચડવા દો.

  9. 9

    ત્યારબાદ ઢોકળી દહીં માં નાખી દો ફરી ૩ મિનિટ માટે ઢોકળી ને દહીં માં મિક્સ થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.

  10. 10

    તો તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ ઢોકળી નું શાક. ઉપર કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes