લીલવા ઘૂઘરા ચાટ(Lilva ghughra chat recipe in Gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
Mumbai-India

#GA4
#Week13
શિયાળાની ઋતુ એટલે ભાજી, શાકભાજી ની રુતુ ઈશ્વર ની ભેટ કેવી ... વટાણા અને તુવેરના દાણા જેવા કે મોતીનાં દાણા એમાં થી આપણ ને પ્રોટીન મળે છે ,મેં એમાં થી ટેસ્ટી વાનગી બનાવવા પ્રયાસ કર્યો છે,"લીલવા ઘૂઘરા ચાટ".

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦
  1. ***પુરણ માટે*****
  2. ૫૦૦ ગ્રામ તુવેરના દાણા
  3. ૫૦૦ ગ્રામ લીલાં વટાણા
  4. ૪ ચમચીતેલ વઘાર માટે
  5. ૧/૨ ચમચીઅજમો
  6. ૧/૪ ચમચીહીંગ
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીગરમ મસાલો
  9. ૧ ચમચીસાકર
  10. લીંબુ નો રસ ટેસ્ટ મુજબ
  11. કોથમીર
  12. આદુ મરચાં ની પેસ્ટ ટેસ્ટ મુજબ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. **લોટ બાંધવા માટે****
  15. ૨૫૦ ગ્રામ મેંદા નો લોટ
  16. ૩ ચમચીમોણ માટે ઘી
  17. ૧/૪ ચમચીઅજમો
  18. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    તુવેરના દાણા અને લીલા વટાણા નાં દાણા ને બરાબર ધોઈ ને તેમાંથી પાણી નિતારી લેવું હવે એને ૨૦ મિનિટ એક કપડામાં પાથરી દો જેથી પાણી નીકળી જાય.

  2. 2

    તુવેરના દાણા અને વટાણા દાણા ને મિક્ષ્ચર માં નાખી કરકરુ દળી લેવું, હવે પેન માં તેલ મૂકી તેમાં અજમો, હીંગ નાખી તેમાં તુવેર, વટાણા ની પેસ્ટ નાખી સાંતળવું હવે એમાં ખાવા ના સોડા, સાકર, મીઠું નાખી મિક્સ કરવું જેથી કલર ગ્રીન રહે, જ્યારે થવા આવે એટલે તેમાં હળદર, સાકર, ગરમ મસાલો, કોથમીર, લીંબુ નો રસ, સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરવું હવે પૂરણ તૈયાર થવા આવે ત્યારે તે પેન થી અલગ થવા આવશે એને ઠંડુ થવા દેવું.

  3. 3
  4. 4

    મેંદા ના લોટ માં ઘી,અજમો, સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરવું હવે એમાં પાણી નાખી લોટ બાંધી લો હવે એને થોડી વાર રેસ્ટ આપવો હવે એના નાના લુઆ બનાવી ને એની નાની પૂરી વણી તેમાં પૂરણ ભરી ને ઘૂઘરા ની જેમ વાળી લો હવે એને ગરમ તેલમાં તળી લેવા અને તેને ડીશ માં મૂકી તેની ઉપર મીઠી ચટણી,તીખી ચટણી નાખી ઉપર થી સેવ ભભરાવો અને કોથમીર નાખી ગરમા-ગરમ સર્વ કરો, ચલો તૈયાર ટેસ્ટી લીલવા ના ઘૂઘરા ચાટ.

  5. 5

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
પર
Mumbai-India

Similar Recipes