વધેલી રોટલીના વેજિટેબલ્સ મુઠીયા(Leftover roti veg muthiya recipe in Gujarati)

Trushti Shah
Trushti Shah @cook_27771490

#GA4
#Week14
#Cabbage
#post1
આ મુઠીયા એકદમ ઓછામાં ઓછા તેલમાં બની જાય છે એટલા માટે જે લોકો તેલ ઓછું ખાતા હોય તેમના માટે આ મુઠીયા ખૂબ જ ફાયદાકારક છે. તેમ જ આમાં બધા જ જાતના શાકભાજી ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી તે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે.

વધેલી રોટલીના વેજિટેબલ્સ મુઠીયા(Leftover roti veg muthiya recipe in Gujarati)

#GA4
#Week14
#Cabbage
#post1
આ મુઠીયા એકદમ ઓછામાં ઓછા તેલમાં બની જાય છે એટલા માટે જે લોકો તેલ ઓછું ખાતા હોય તેમના માટે આ મુઠીયા ખૂબ જ ફાયદાકારક છે. તેમ જ આમાં બધા જ જાતના શાકભાજી ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી તે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧૫થી ૧૭ ઠંડી અથવા વધેલી રોટલી
  2. એક બાઉલકોબીજ
  3. અડધો બાઉલબીટ
  4. અડધો બાઉલગાજર
  5. નાની વાટકીકેપ્સીકમ
  6. ૧ બાઉલકોથમીર
  7. 2લીલા મરચા સમારેલા
  8. 2 ચમચીલાલ મરચું
  9. 2 tbspખાંડ
  10. ચપટીહળદર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. પાણી જરૂર મુજબ
  13. તેલ વઘાર કરવા માટે
  14. 1 ચમચીરાઈ
  15. ૪-૫ નંગ મીઠા લીમડાના પાન
  16. 2 નંગલાલ આખા મરચા સુકા
  17. ૧ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ વધેલી રોટલી નો ભૂકો કરો.ત્યારબાદ ઉપર જણાવેલા બધા શાકભાજી તેમજ બધા સુકા મસાલા તેમાં ઉમેરો.

  2. 2

    હવે આ બધી સામગ્રીને બરાબર મિક્સ કરો.જો તમને જરૂર જણાય તો તેમાં પાણી ઉમેરવું નહીંતર પાણીની જરૂર હોતી નથી.. નીચે ફોટા માં જણાવ્યા મુજબ નું મિશ્રણ તૈયાર થાય પછી તેના મુઠીયા વાળવા.

  3. 3

    ત્યારબાદ મુઠીયા ને ફોટામાં જણાવ્યા મુજબ કુકર માં મુકવા અને કુકરની સીટી કાઢી નાખવી.10 મિનિટ મુઠીયાને કુકરમાં ધીમી આંચ પર ચડવા દેવા.

  4. 4

    મુઠીયા ઠંડા પડે પછી તેને આ ફોટામાં જણાવ્યા મુજબ સમારવા.હવે એક પેનમાં વઘાર કરવા માટે બે ચમચી તેલ લઈ તેમાં રાઈ, તલ,લાલ સૂકા મરચાં તેમજ મીઠા લીમડાના પાન ઉમેરો.હવે આ વઘારને ઉપરથી મુઠીયા ઉપર રેડવો.

  5. 5

    લો તૈયાર છે એકદમ હેલ્ધી મુઠીયા તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

Similar Recipes