લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559
શેર કરો

ઘટકો

60 મિનીટ
5 લોકો
  1. 1 કિલોતુવેર
  2. 1/2 વાટકી લીલા વટાણા
  3. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. 1લીંબુ નો રસ
  5. 2 ચમચીતલ
  6. મીઠુ જરૂર મુજબ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. કોથમીર,ચપટી સોડા
  9. 2 ચમચીતેલ
  10. 2 ચમચીટોપરા નું છીણ
  11. કાજુ, દ્રાક્ષ
  12. 2 ચમચીખાંડ
  13. લોટ માટે :-
  14. 500 ગ્રામમેંદો
  15. 200 ગ્રામઘઉં નો લોટ
  16. 1 ચમચીલીંબુ નો રસ
  17. તેલ
  18. મીઠુ
  19. પાણી

રાંધવાની સૂચનાઓ

60 મિનીટ
  1. 1

    તુવેર ના દાણા અને વટાણા ને ક્રસ કરો.

  2. 2

    એક પેન મા તેલ ગરમ મુકો. તલ,મીઠુ અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    ક્રસ કરેલા દાણા ઉમેરી હલાવો. મીઠુ, ટોપરા નું છીણ, કાજુ, દ્રાક્ષ ના ટુકડા,ચપટી સોડા ઉમેરો. ખાંડ ઉમેરી બરાબર હલાવી ધીમી આંચ પર ચડવા દો. વચ્ચે -વચ્ચે હલાવતા રહો.

  4. 4

    મિશ્રણ બરાબર ચડી જાય પછી ગેસ પરથી ઉતારી તેમા લીંબુ નો રસ, ગરમ મસાલો અને કોથમીર ઉમેરી તેમાંથી ગોળ - ગોળ બોલ્સ વાળો.

  5. 5

    લોટ મા મીઠુ, તેલ, લીંબુ નો રસ ઉમેરી પાણી થી મીડિયમ લોટ બાંધી લો.

  6. 6

    લોટ માંથી પૂરી વણી વચ્ચે બનાવેલ બોલ્સ મુકી ગોળ કચોરી નો આકાર આપો.

  7. 7

    કચોરી ને ગરમ તેલ મા તળી લો.

  8. 8

    તૈયાર છે ગરમાગરમ કચોરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes