બ્રાઉની (Brownie recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 130 ગ્રામમેંદો
  2. 1 ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  3. 150 ગ્રામપાણી
  4. 125 ગ્રામખાંડ
  5. 50 ગ્રામડાર્ક ચોકલેટ
  6. 50 ગ્રામબટર
  7. 15 ગ્રામકોકો પાઉડર
  8. 1ટી. ચમચી વેનિલા એસેન્સ
  9. 100 ગ્રામઅખરોટ (optional)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં પાણી, ખાંડ, બટર, ડાર્ક ચોકલેટ અને કોકો પાઉડર લો. તેને ધીમી આંચ પર ગેસ ઉપર ગરમ કરો. સતત હલાવતા રહો જેથી તે એકસરખું મિક્સ થઈ જાય.

  2. 2

    હવે આ મિશ્રણને એક બીજા બાઉલમાં કાઢી લો અને પાંચથી સાત મિનિટ માટે ઠંડુ થવા દો. તેમાં વેનિલા એસેન્સ ઉમેરો.

  3. 3

    એક વાસણમાં મેંદો અને બેકિંગ પાઉડર લઈ તેને મિક્સ કરો. હવે આ મિશ્રણને પાણી વાળા મિશ્રણમાં નાખીને હલકા હાથે મિક્સ કરો અને તેમાં ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખો. બ્રાઉની નું બેટર રેડી છે.

  4. 4

    હવે આ બેટરને એલ્યુમિનિયમના મોલ્ડમાં પાથરી તેમાં ઉપરથી ઝીણી સમારેલી અખરોટ નાખીને તેને 180 ડિગ્રી પર લગભગ 25 થી 30 મિનિટ માટે બેક કરવા મુકો.

  5. 5

    બ્રાઉની ને ઠરતા લગભગ બે કલાક જેવું થશે. બે કલાક પછી brownie ઠરી જાય એટલે તેને ડીમોલ્ડ કરીને તેના એકસરખા ચોરસ ટુકડા કરવા.

  6. 6

    બ્રાઉની પ્લેન પણ ખાઈ શકાય છે. આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. અને સિઝલર પ્લેટમાં મૂકી ને તેની પર હોટ ચોકલેટ સોસ રેડી ને આઇસ્ક્રીમ સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ (14)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Delicious
Tmaru joii ne me b bnavi che chocco brownni

Similar Recipes