વેજ ચીઝ પિઝા(Veg. Cheese Pizza Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

આજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ ....
#cheese
#GA4
#week17

વેજ ચીઝ પિઝા(Veg. Cheese Pizza Recipe In Gujarati)

આજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ ....
#cheese
#GA4
#week17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પીઝા સોસ બનાવવા માટે
  2. ૬ નંગ ટામેટાં –મોટી સાઇઝ
  3. ૨ ટેબલ સ્પૂનઑલીવ ઑઇલ
  4. ૧/૨ ટી સ્પૂનલસણ
  5. ૧ નાનીડુંગળી – જીણી સમારેલી
  6. ૩ ટેબલ સ્પૂનટૉમેટો કે-ચપ
  7. જરૂર મુજબચીલી સૉસ
  8. ૧/૪ ટી સ્પૂનમરી પાઉડર
  9. ૧/૨ ટીસ્પૂનચીલી ફ્લૅકસ
  10. ૧/૨ ટીસ્પૂનઑરેગાનો
  11. ૧/૪ ટી સ્પૂનથાઇમ
  12. ૧/૨ ટી ચમચીખાંડ – (Optional)
  13. ૧/૪ ટી ચમચીમીઠું
  14. પીઝા બેઝ બનાવવા માટે
  15. ૨ કપમેંદો
  16. ૧ ટીસ્પૂનસૂકું ખમીર (ઈસ્ટ)
  17. ૧ ટેબલસ્પૂનતેલ
  18. મીઠું, સ્વાદાનુસાર
  19. મેંદો, વણવા માટે
  20. ૧ ટીસ્પૂનસાકર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પીઝા સૉસને સારી રીતે તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખો મજા માણો.

  2. 2

    ટામેટાંને ચીલી કટરમાં ક્રશ કરી લો.
    કડાઇમાં ઑઈલ લઈ જીણુ સમારેલું લસણ સાંતળી પછી ડુંગળી સાંતળો.
    ક્રશ કરેલા ટામેટાં ઉમેરી ચડી જાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    ટૉમેટો કે-ચપ, ચીલી સૉસ ઉમેરીમિનિટ કુક કરો.
    મરી પાઉડર, ચીલીફ્લૅક્સ, ઑરેગાનો, થાઇમ, ખાંડ, મીઠું ઉમેરી ૨ મીનીટ કુક કરો. તો તૈયાર છે પીઝા સૉસ.

  4. 4

    આ સૉસ કે-ચપ કરતા થોડો જાડો રાખવો.
    પીઝા બેઝ ઉપર હંમેશા પેહલા બટર લગાવીને જ સૉસ પાથરવો. નહીં તો પીઝા બેઝ સૉગી થઈ જશે.
    આ હોમમેઇડ પીઝા સૉસ ને ફ્રિઝ માં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

  5. 5

    ૨ ટેબલસ્પૂન હુંફાળું પાણી અને સૂકું ખમીર એક નાના બાઉલમાં મેળવી સારી રીતે મિક્સ કરી લો.

    તેને ઢાંકીને ૫ મિનિટ માટે બાજુ પર રાખો.

  6. 6

    એક ઊંડા બાઉલમાં મેંદો, ખમીર-પાણીનું મિશ્રણ, જેતૂનનું તેલ, સાકર અને મીઠું મેળવી જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો.

    આ કણિકને મલમલના કપડા વડે ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો.

  7. 7

    તે પછી કણિકને હલકા હાથે બુંદી લો જેથી તેમાં રહેલી હવા નીકળી જાય, તે પછી તેના ૩ સરખા ભાગ પાડો.

  8. 8

    દરેક ભાગને ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લીધા પછી તેની પર ફોર્ક વડે સરખી રીતે કાપા પાડો.

  9. 9

    આમ તૈયાર થયેલા ૩ રોટલાને બેકિંગ ટ્રે પર ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૫ મિનિટ સુધી બેક કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes