દેશી સબવે (Desi Subway Recipe In Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

દેશી સબવે (Desi Subway Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. ટીક્કી માટે
  2. 1ટીસ્પુન બટર
  3. 1બાફેલા બટાટાનો માવો
  4. 1/4 કપબાફેલા વટાણા
  5. 1/4 કપફણસી
  6. 1/4 કપકોથમીર
  7. 2ટેબલસ્પુન ડ્રાય બ્રેડ ક્રમ્સ
  8. 1/2ટીસ્પુન ચાટ મસાલો
  9. 1/2ટીસ્પુન મરી
  10. જરૂર મુજબ મીઠું
  11. સબ વે મેયો સોસ માટે
  12. 1-2ટેબલસ્પુન મેયોનીઝ
  13. 2ટેબલસ્પુન દૂધ
  14. 1/2-1કયુબ ચીઝ
  15. 1/4 કપકોથમીર
  16. 10-12પાન ફુદીનો
  17. જરૂર મુજબ મીઠું
  18. જરૂર મુજબ મરચી
  19. સબ વે માટે
  20. 3લાદી પાવ
  21. 1-2ટીસ્પુન બટર
  22. 1/4-1/2ટીસ્પુન ચિલી ફલેક્સ
  23. 1/4-1/2ટીસ્પુન ઓરેગાનો
  24. 5-6કોબીના પાન
  25. 1ટામેટાની સ્લાઈસ
  26. 1/2નાના કેપ્સીકમની સ્લાઈસ
  27. 1/2કાકડીની સ્લાઈસ
  28. જરૂર મુજબ ચાટ મસાલો
  29. 1કયુબ ચીઝ છીણીને
  30. ટીક્કી
  31. સબ વે મેયો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેનમાં બટર લઈ ફણસી, વટાણા નાખી 2-3 મિનિટ સાંતળો. બટાટાનો માવો, કોથમીર નાખી મિક્સ કરો.

  2. 2

    ગેસ બંધ કરી, મીઠું, ચાટ મસાલો, મરી, બ્રેડ ક્રમ્સ ઉમેરી ટીક્કી વાળો.

  3. 3

    ટીક્કીને તવા પર બટર વડે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો.

  4. 4

    સબ વે મેયો સોસ માટે મિક્સરમાં દૂધ, મેયોનીઝ, ચીઝ નાખી ચર્ન કરો. બધું એકરસ થાય પછી કોથમીર, ફુદીનો, મરચું, મીઠું નાખી ચર્ન કરો. સોસ તૈયાર. (મીઠું ચપટી જેવું જ નાખવું કારણ ચીઝ, મેયોનીઝ બંનેમાં મીઠું હશે.)

  5. 5

    પાવને વચ્ચેથી પોણો ભાગ કટ કરી લો. તવા પર બટર નાખી તેમાં ઓરેગાનો, ચિલી ફલેક્સ નાખી પાવના ટોપને શેકો. તળિયે બટર લગાડી શેકો.

  6. 6

    પાવના તળિયાના બાજુ તીખી ચટણી, બીજી બાજુ મેયો સોસ લગાડો. કોબીના પાન, ટામેટા, કાકડી, કેપ્સીકમ મુકો. ચાટ મસાલો ભભરાવો. ચીઝ ભભરાવો. થોડો સોસ લગાડી ટીક્કી મુકો. સબ વે તૈયાર

  7. 7

    નોંધ -
    - ટીક્કીમાં ગાજરની છીણ પણ ઉમેરી શકાય. તે માટે ફણસી સાથેજ સાંતળવું.
    - લાદી પાવની જગ્યાએ હોટ ડોગ લોફ પણ વાપરી શકો.
    - સબવે માં ખમણેલા ચીઝ ની બદલે ચીઝ સ્લાઈસ પણ વાપરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

ટિપ્પણીઓ

Similar Recipes