સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

ઠંડી ની ઋતું માં વસાણાં ખાવા ના ઘણા ફાયદા થાય છે. આખું વર્ષ શરીર ને તાકત મળે એ માટે શિયાળા મા વાસના દરેક ઘર માં બનતા જ હોય છે. આ એવુજ એક સ્વાદિષ્ટ વસાણું છે.

સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)

ઠંડી ની ઋતું માં વસાણાં ખાવા ના ઘણા ફાયદા થાય છે. આખું વર્ષ શરીર ને તાકત મળે એ માટે શિયાળા મા વાસના દરેક ઘર માં બનતા જ હોય છે. આ એવુજ એક સ્વાદિષ્ટ વસાણું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 લોકો
  1. 500 ગ્રામમોળો માવો
  2. 500 ગ્રામખાંડ
  3. 100 ગ્રામશિંગોડા નો લોટ
  4. 500 ગ્રામઘી જામખંભાળિયા નુંં, થો ડું ઘરનું પણ ઉમેરી શકાય
  5. 500દૂધ
  6. 50 ગ્રામકાજુ
  7. 50 ગ્રામબદામ
  8. 50 ગ્રામપિસ્તા
  9. 50 ગ્રામઅખરોટ
  10. 200 ગ્રામખજૂર
  11. 100 ગ્રામઅંજીર
  12. 20 ગ્રામખસ ખસ
  13. 10-12ઈલાયચી પાઉડર
  14. 100 ગ્રામમગજતરી બીજ
  15. 100 ગ્રામસૂકું ખારેક પાઉડર
  16. 5 ગ્રામગોખરુ પાઉડર
  17. 5 ગ્રામપીપળ પાઉડર
  18. 10 ગ્રામસફેદ મૂસળી પાઉડર
  19. 10 ગ્રામકાળી મૂસળી પાઉડર
  20. 5 ગ્રામસફેદ મરી પાઉડર
  21. 5 ગ્રામકાળા મરી પાઉડર
  22. 5 ગ્રામજવાંત્રી પાઉડર
  23. 5 ગ્રામજાયફળ પાઉડર
  24. 5 ગ્રામકમળ કાકડી પાઉડર
  25. 10 ગ્રામપંજા સાલમ
  26. 5 ગ્રામચારોળી
  27. બત્રીસિયું 10ગ્રામ કે 2 મોટી ચમચી
  28. 2 મોટી ચમચીસૂંઠ
  29. ગંઠોડા 2 ચમચી,

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સાલમ પાક માટે પહોળું અને જાડા તળિયા વાળું વાસણ લેવું. કેમ કે એને સતત હલાવતા રેહવું જરૂરી છે. પેહલા આપડે બધી તૈયારી કરી લેવી પડશે. બધાં ડ્રાય ફ્રૂટ, મગજરારી ના બીજ, ચારોળી અને ખસ ખસ ને અધકચરા પીસી લેવા, ખજૂર,અંજીર ને પણ પીસી લેવા, ખારેક ને ફોડી ને બીજ કાઢી પીસી લેવી. અહીં તૈયાર માવો પણ લઈ શકાય છે. મારી પાસે મિલ્ક પાઉડર હતો તો મે એમાંથી માવો બનાવ્યો છે.

  2. 2

    મિલ્ક પાઉડર માંથી માવો બનાવવા માટે 500 ગ્રામ મિલ્ક પાઉડર માં 2 કપ મલાઈ સાથે દુધ લાઈ એને 7-8 મિનિટ ગેસ પર ચલાવવું. એટલે માવો બની જસે.

  3. 3

    હવે એક મોટા વાસણમાં 200 ગ્રામ જેવું ઘી લઈ એમાં અધકચરાં વાટેલા ડ્રાય ફ્રૂટ નાખી 2 મિનિટ શેકી લો. હવે એમાં શિંગોડા નો લોટ નાખી મિક્સ કરો. હવે પીસેલા ખજૂર, અંજીર અને ખારેક નાખી મિક્સ કરો. હવે 500 મીલી દૂધ નાખી બરાબર મિક્સ કરો. અને સતત હલાવા નું ચાલુ રાખો.

  4. 4

    અને એને 5 મિનિટ જેવું હલાવતા બાદ ખાંડ નાખી ને મિક્સ કરો. 5 મિનિટ હલાવો, હવે એક એક કરી બધાં તેજાના એમાં નાખી દો. પરંતુ જાયફળ, જાવંત્રી અને બત્તીસું છેલ્લે સાલમ પાક બનવા આવે ત્યારે જ નાખવી નહી તો કડવાશ આવશે.

  5. 5

    હવે માવો ઉમેરી સતત હલાવતા રેહવુ. હવે 200 ગ્રામ ઘી ઉમેરી ફરી મિક્સ કરવું. હવે પ્રોસેસ માં અડધો કલાક હલાવતા રેહવાનું છે. નીચે ચોંટે નહી એનું ધ્યાન રાખી છેક નીચેથી હલાવવું છે. જ્યાં સુધી ઘી છૂટે નહિ ત્યાં સુધી હલાવતા રહેવું. હવે બાકીનું ઘી ઉમેરી હલાવવું.

  6. 6

    હવે બાકી રાખેલું જાવંત્રી પાઉડર, batrisu પાઉડર, અને જાયફળ પાઉડર ઉમેરી દેવું. હવે ગ્રીસ કરેલી થાળી માં પાથરી દેવું. ઉપર જે ઘી આવે એ રેહવા દેવું. ઉપર થી બદામ અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરવું. સાલમ પાક ને ઠરતા 7-8 કલાક લાગે છે. ઉપર નું ઘી બરાબર ઠરે ત્યાર બાદ પીસ કરવા. તૈયાર છે વિન્ટર special વસાણું સાલમ પાક. બનાવમાં મેહનત લાગે છે પણ ખાવા માં એટલુજ ટેસ્ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

Similar Recipes