ટમેટો સુપ (Tomato Soup Recipe in Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#Week
#સૂપ
શિયાળાની ઠંડી માં ખાસ ગરમ સૂપ પીવાની મજા આવે છે.જે હેલ્થ માટે પણ ઘણું ફાયદાકારક છે.સૂપ નું નામ પડતા જ ટમેટો સૂપ મગજ માં આવે અને ઘણાખરા નું ફેવરિટ પણ ટમેટો સૂપ જ હશે.

ટમેટો સુપ (Tomato Soup Recipe in Gujarati)

#GA4
#Week
#સૂપ
શિયાળાની ઠંડી માં ખાસ ગરમ સૂપ પીવાની મજા આવે છે.જે હેલ્થ માટે પણ ઘણું ફાયદાકારક છે.સૂપ નું નામ પડતા જ ટમેટો સૂપ મગજ માં આવે અને ઘણાખરા નું ફેવરિટ પણ ટમેટો સૂપ જ હશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ થી ૫ વ્યક્તિ માટે
  1. કિલ્લો ટામેટાં
  2. ૧/૪ કપખાંડ
  3. ૧ કપપાણી
  4. ૨ ચમચીબટર
  5. લીલા મરચા
  6. તજ ના ટુકડા
  7. લવિંગ
  8. ૧/૪ ચમચીતીખાનો ભૂકો
  9. ૩-૪ ચમચીમલાઈ
  10. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધા ટામેટાં ને ધોઈ સાફ કરી મોટા સમારી ને કુકર માં લઈ લો.અને તેમાં પાણી અને તજ-લવિંગ પણ નાખી દો.

  2. 2

    ત્યારબાદ કુકર બંધ કરી ૩ થી ૪ સીટી વગાડી લો.અને તેને ઠંડુ થવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ને બ્લેન્ડર થી એકદમ ક્રશ કરી લો.

  4. 4

    તે પછી તેને ગરણી વડે ગાળી લો.એટલે સૂપ એકદમ સ્મૂધ થશે.

  5. 5

    ત્યારબાદ તેમાં બટર,મરચા,મીઠું અને તીખાનો ભૂકો નાખી ને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઉકળવા દો.

  6. 6

    એકદમ ઘટ થાય એટલે ઉતારી ને ઉપર થી મલાઈ અને ટોસ્ટ નાખીને ગરમ-ગરમ ગ્રાલિક બ્રેડ સાથે સર્વ કરો.

  7. 7

    ➡️*સર્વ કરતી વખતે આમા ટોસ્ટ નો ઉપયોગ ન કરીએ તો ફરાળ માં પણ લઈ શકાય.
    ➡️*ગ્રાલિક બ્રેડ ની રેસિપિ આગળ આપેલી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes