દૂધી ની ખીર (Bottle Gourd Kheer Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#GA4
#Week21
#post_21
#bottlegourd
#cookpad_gu
#cookpadindia

દૂધી નો ઉપયોગ શાક તરીકે વિપુલ પ્રમાણમાં થાય છે. તે ક્યુકરબિટેસી (Cucurbitaceae) કુળનું સભ્ય છે. દૂધીની ખેતી ભારત માં ઘણી જગ્યાએ થાય છે. તેમજ દૂધી માંથી દૂધીનો હલવો નામની ભારતીય વાનગી બને છે જે એક પ્રકારની મીઠાઈ તરીકે શુભ પ્રંસંગોએ બનાવવામાં આવે છે.
મેં આજે બનાવી દૂધી ની ખીર. દૂધ માં દૂધી છીણી ને ઉમેરી દૂધ ને ઉકાળ્યું. ત્યારબાદ એમાં ખાંડ, લીલો ફૂડ કલર, ઇલાયચી પાઉડર, બદામ નું કતરણ અને કેસર ઉમેરી ને પરફેક્ટ હાર્ટ ફ્રેન્ડલી ડેઝર્ટ બનાવ્યું છે. જે તમે ગરમ અથવા ઠંડુ બંને રીતે સર્વ કરી શકો છો. ઘરે અચાનક મેહમાન આવે અને ફટાફટ સ્વીટ ડિશ બનાવી હોય તો આ દૂધી ની ખીર એકદમ બેસ્ટ ઓપ્શન છે જે ખૂબ જ સરળ અને ઝડપી છે. ખાસ કરી ને ખૂબ જ યમ્મી બને છે.

દૂધી નાં ઘણા ફાયદા છે જેમકે વજન ઉતારવા માટે મદદરૂપ થાય છે. પાચન ક્રિયા સુધારે છે. કીડની અને લીવરને ક્લીન કરવામાં મદદરૂપ થાય છે. સ્કિન માટે ઉપયોગી છે. ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે ખૂબ ફાયદકારક છે. હદય રોગ ના દર્દી માટે પણ અત્યંત અસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨ કપદૂધ
  2. ૧ કપદૂધી છીણેલી
  3. ૧ (૧/૨ કપ)ખાંડ
  4. પિંચ જેટલો લીલો ફૂડ કલર
  5. ૧ tspઇલાયચી પાઉડર
  6. ૧ tspબદામ નું કતરણ (ગાર્નિશ કરવા માટે)
  7. ૧/૮ ચમચી કેસર (ગાર્નિશ કરવા માટે)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક ઊંડી પેન માં દૂધ અને છીણેલી દૂધી ઉમેરી મિક્સ કરી મધ્યમ આંચ પર ૧૫-૨૦ મિનિટ ઉકાળવું. દૂધ ઊકળવા લાગે એટલે હલાવતા રેહવું અને પેન ની સાઇડ પર થી મલાઈ ને સ્ક્રેપ કરતા રેહવુ.

  2. 2

    ત્યારબાદ દૂધ થીક થઈ જશે અને ખીર નું ટેક્સટર આવી જાય એટલે એમાં ખાંડ અને લીલો ફૂડ કલર ઉમેરી ફરીથી ૨-૩ મિનિટ ઉકાળવું.

  3. 3

    ગેસ બંધ કરી ખીર માં ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી રૂમ તાપમાન માં ઠંડુ કરવું અને સર્વીંગ ગ્લાસ or બાઉલ માં કાઢી ઉપર બદામ નું કતરણ અને કેસર થી ગાર્નિશ કરી સર્વ કરવું.

  4. 4

    ૧ કલાક રેફ્રીજરેટ કરી એકદમ ચિલ્ડ પણ સર્વ કરી શકાય. અને ગરમ ભાવતું હોય તો ગરમ પણ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes