પંજાબી સમોસા(Punjabi Samosa Recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
શેર કરો

ઘટકો

60 મિનિટ
3 વ્યક્તી માટે
  1. 3 કપમેંદો
  2. 1/2 કપતેલ મોણ માટે
  3. મીંઠું જરુર મુજબ
  4. 5બોઈલ્ડ પોટેટો
  5. 1 કપબોઈલ્ડ વટાણા
  6. 1/4 કપચોપ્ડ લીલુ મરચું
  7. 2 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીઆમચુર પાઉડર
  9. 1 ચમચીજીરુ
  10. 1/4 કપતેલ સ્ટફીંગ માટે
  11. 1 ચમચીજીંજર પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    પહેલા એક મોટા બાઉલમાં મેંદો,મીઠું અને તેલ એડ કરી બરાબર મિક્સ કરી જરુર મુજબ પાણી એડ કરી મિડીયમ કઠણ લોટ બાંધી તેમાં 2 ચમચી તેલ એડ કરી 20 મિનિટ રેસ્ટ આપ્યા બાદ બરાબર મસળી સમોસા બનાવવા માટેના લુવા રેડી કરી લો.

  2. 2

    હવે એક પેનમાં સ્ટફીંગ બનાવવા તેલ ગરમ કરો.હવે તેમાં જીરું,ચોપ્ડ મરચા,જીંજર,મેશ કરેલ પોટેટો અને વટાણા એડ કરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં મીઠું,ગરમ મસાલો અને આમચુર પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી સમોસા સ્ટફીંગ રેડી કરી લો.

  4. 4

    એક પેનમાં જરુર મુજબ સમોસા ફ્રાય કરવા તેલ ગરમ કરવા મુકી દો.હવે રેડી કરેલા લુવામાંથી મોટી સાઈઝનું પરાઠું વણી તેને સેન્ટરમાંથી કટ કરી લો.

  5. 5

    કટ કરેલ એક સાઈડને ટ્રાયએંગલ શેઈપમાં 2 ટાઈમ વાળી કીનારીને પાણી વડે સ્ટીક કરી કોન રેડી કરી લો.

  6. 6

    હવે તેમાં સ્ટફીંગ એડ કરો. લાસ્ટમાં કીનારીને બરાબર સ્ટીક કરી બધા સમોસા રેડી કરી લો.હવે સમોસાને મિડીયમ ફ્લેમ પર ક્રીસ્પી બને એ રીતે ફ્રાય કરી લો.

  7. 7

    રેડી કરેલ ડિલિશીયસ સમોસાને સર્વિંગ પ્લેટમાં લઈ કેચઅપ, ટી, ગ્રીન ચટણી અથવા આંબલીની ચટણી જોડે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes