ચીઝ ગાર્લિક મસાલા ટોસ્ટ (Cheese Garlic Masala Toast Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  1. બ્રેડ સ્લાઈસ
  2. ૧ ટેબલસ્પૂનબારીક સમારેલું લીલું લસણ અથવા સૂકું લસણ
  3. ૪૦ ગ્રામ બટર
  4. બારીક સમારેલું લીલું મરચું
  5. ૧ ટી સ્પૂનબારીક સમારેલ લીલાં ધાણા
  6. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  7. ૧ ટી સ્પૂનમીક્ષ હર્બ્સ
  8. ચીઝ
  9. ટોમેટો સોસ
  10. બારીક સમારેલી ડુંગળી
  11. બારીક સમારેલ ટોમેટો
  12. બારીક સમારેલ કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક માઇક્રોવેવ પ્રુફ બાઉલ માં
    1 ટેબલ ચમચી બારીક સમારેલું લીલું લસણ અથવા સૂકું લસણ,
    40 ગ્રામ બટર,
    1 બારીક કાપેલું લીલું મરચું,
    1 ટી ચમચી બારીક સમારેલા લીલા ધાણા,
    1 ટી ચમચી ચીલી ફ્લેક્સ,
    1 ટી ચમચી મીક્ષ હર્બ્સ..
    લઈને તેને 30સેકન્ડ માટે માઈક્રોવેવ કરી લેવું જેથી બટર પીગળી જાય
    અને તેને ચમચી વડે બરોબર મીક્ષ કરી લેવું.

  2. 2

    હવે બનાવેલા ઘટકોના મિશ્રણ ને એક બ્રેડ ની સ્લાઈઝ લઈ
    તેના પર એક સરખું ચોપડી દેવું.
    ત્યાર બાદ તેના પર ચીઝ છીણવું.
    હવે ફરી છીણેલા ચીઝ પર થોડા થોડા અંતરે બનાવેલ લસણ નું મિશ્રણ છાંટવું.

  3. 3

    હવે આ બધાની ઉપર થોડા થોડા અંતરે ટોમેટો સોસ ના ટપકાં મૂકવા.ગાર્લિક બ્રેડ રેડી છે બેક થવા માટે. હવે મસાલા ટોસ્ટ માટે બીજી એક બ્રેડ લઇ ને તેના પર બટર લગાવી પછી તેના પર બારીક સમારેલ ડુંગળી, કેપ્સીકમ, ટોમેટો સ્પ્રેડ કરો.

  4. 4

    હવે તેના પર ચીઝ સ્પ્રેડ કરી તેના પર બનાવેલ ગાર્લિક મિશ્રણ ઉમેરો. ત્યારબાદ બંને બ્રેડ સ્લાઈસ ને પ્રી હીટેડ ઓવન માં કન્વેનશન મોડ પર ૧૦ મિનિટ માટે બેક કરો.

  5. 5

    તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ગાર્લિક ટોસ્ટ અને ચીઝ ગાર્લિક મસાલા ટોસ્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes