બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

બાજરીના લોટમાં થી ચમચમીયા
બનાવવા એ ખુબજ જૂની રેસીપી છે જે મારા દાદીમા ને મને શીખડાવી છે આ એક શિયાળા ની રેસીપી છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે
#GA4
#Week24
#post 21
#Bajri

બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

બાજરીના લોટમાં થી ચમચમીયા
બનાવવા એ ખુબજ જૂની રેસીપી છે જે મારા દાદીમા ને મને શીખડાવી છે આ એક શિયાળા ની રેસીપી છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે
#GA4
#Week24
#post 21
#Bajri

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો માટે
  1. 1 બાઉલ બાજરાનો લોટ
  2. 1 બાઉલ સમારેલી લીલી મેથી
  3. 1 ચમચીહળદર પાઉડર
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ચપટીસાજીના ફૂલ
  6. ૧ ચમચીતલ
  7. 2 ચમચીતેલ
  8. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. થોડી ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બાજરાના લોટમાં મેથી અને આદુ મરચાની પેસ્ટ નાખી દો

  2. 2

    હવે તેમાં હળદર, મીઠું અને જરૂર પુરતું પાણી નાખી મિશ્રણ તૈયાર કરો અને ધ્યાન રાખવું કે એકદમ પતલુ ખીરું ન રાખવું પરંતુ પુડલા ઉતરે તે રીતનું ખીરું બનાવવું અને છેલ્લે ચપટી સાજીના ફૂલ નાખી હલાવો

  3. 3

    હવે એક નોન સ્ટીક પેન લઇ તેમાં થોડું તેલ સ્પ્રેડ કરો અને તેના ઉપર થોડા તલ છાંટો ત્યારબાદ તૈયાર કરેલું મિશ્રણ ને પુડલા ની જેમ પાથરો

  4. 4

    ઔર હવે પુડલા ને ફેરવી નાખો અને થોડીવાર થવા દો ધ્યાન રાખવું કે બાજરાનો લોટ હોવાથી ચડતા થોડી વાર લાગે છે એટલે ફાસ્ટ ધીમા flame ઉપર થોડી વાર ચડવા દેવા

  5. 5

    આ રીતે બાજરાના ચમચમીયા તૈયાર છે લીલી ચટણી અથવા તો દહીં સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

Similar Recipes