સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 વાટકીઅડદની દાળ
  2. 1મુઠ્ઠી ચોખા
  3. 2 ચમચીલીલા મરચા અને આદુની પેસ્ટ
  4. 1/2 ચમચીહિંગ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. પાણી જરૂરિયાત પ્રમાણે
  7. તેલ તળવા માટે
  8. સ્ટફિંગ માટે:
  9. 2 ચમચીકાજુ ઝીણા સમારેલા
  10. 2 ચમચીકિસમિસ ઝીણી સમારેલી
  11. 1/2 ચમચીચાટ મસાલો
  12. 1 ચમચીકોથમીર ઝીણી સમારેલી
  13. સર્વિંગ માટે:
  14. 1લીટર મોળું દહીં
  15. 5-6 મોટી ચમચીદળેલી ખાંડ
  16. 1 ચમચીસંચળ
  17. 1 ચમચીમીઠું
  18. ખજૂર આમલીની ચટણી
  19. શેકેલું જીરુ પાઉડર
  20. લાલ મરચું પાઉડર
  21. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદની દાળ અને ચોખાને એક વાસણમાં લઈને તેને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને તેને પાંચથી છ કલાક માટે પલાળી રાખો

  2. 2

    પલાળેલી દાળ નું બધું જ પાણી કાઢીને ફરીથી તેને બે વખત ચોખ્ખા પાણીથી ધોઈ લો હવે. તેને થોડી થોડી કરીને મિક્સરમાં પીસી લો. દાળ ને પીસતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેમાં બહુ પાણીનો ભાગ ના રહી જાય. જો દાળ મિક્સરમાં બરાબર ના પિસાય તો તેમાં બે-બે ચમચી કરીને પાણી નાખતા જવું અને પીસતા જવું. બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલુ પણ નહીં તેવું ખીરું રાખવું.

  3. 3

    દહીં વડા ના ખીરામાં આદુ મરચાની પેસ્ટ, મીઠું અને હિંગ નાખીને ખૂબ હલાવો. હવે આ ખીરામાંથી થોડું થોડું કરીને બીજું ખીરુ બીજા નાના વાસણમાં લેવું અને તેમાં બે-ત્રણ ચમચી પાણી ઉમેરતા જવું અને વ્હિસ્કર ની મદદ થી એક જ દિશામાં ખૂબ જ ફેંટવું.(હલાવવું) આમ કરવાથી ખીરામાં હવા ભરાશે. (એરેસન થશે). અને ખીરું એકદમ સોફ્ટ અને સફેદ થઈ જશે. અને તેમાંથી જે દહીંવડા બનશે તે એકદમ પોચા બનશે અને તેના વચ્ચે ગોળી પણ નહીં થાય.

  4. 4

    સ્ટફિંગ માટે એક વાટકીમાં ઝીણા સમારેલા કાજુ તથા કિસમિસ લઇ તેમાં ચાટ મસાલો અને કોથમીર ઉમેરીને તેને મિક્સ કરો.

  5. 5

    હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકો અને સ્ટફ દહીંવડા માટે ફોટા માં બતાવ્યા પ્રમાણે એક ચમચો અને એક ચમચી લઈને તેને પાણી વાળુ કરો. હવે ચમચા ઉપર ચમચી ની મદદ વડે ખીરૂ મૂકો. તેની પર કાજુ દ્રાક્ષ નું સ્ટફિંગ મૂકો. તેની ઉપર ફરીથી પલાળેલી ચમચી વડે એક ચમચી ખીરું લઈને પાથરી દો અને આ દહીંવડા ને ચમચાની મદદથી ગરમ તેલ માં મુકો. દહીંવડા તેલમાં નાખતી વખતે ગેસની flame ફાસ્ટ રાખવી ત્યારબાદ ગેસ ની flame મીડીયમ કરી દેવી.

  6. 6

    દહીંવડા તળાઈ જાય એટલે ગરમ તેલ માંથી દહીંવડા ને કાઢી ને તરત જ તેને પાણીની અંદર નાખી દો અને તેમાં 20 થી 25 મિનિટ માટે ડુબાડેલા રહેવા દો. ત્યારબાદ તેને હલકા હાથે દબાવી ને નિતારીને પ્લેટમાં કાઢો.

  7. 7

    ગળ્યા દહીં માટે સૌપ્રથમ મોળુ દહીં લેવું અને વિસ્કર ની મદદથી હલાવવું. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ, મીઠું તથા સંચળ નાખીને ફરીથી થોડું હલાવી દેવું આમ કરવાથી દહીં એકદમ સોફ્ટ અને ફ્લફી જશે. હવે પ્લેટમાં કાઢેલા દહીંવડા ઉપર ગળ્યું દહીં તથા ખજૂર આમલીની ચટણી નાખો. તેની ઉપર કોથમીરની ચટણી પણ નાખી શકાય છે તે તદ્દન optional છે. સૌથી ઉપર જીરુ પાઉડર, લાલ મરચું કથા કોથમીર નાખી ને સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes