ભેળ (Bhel Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
3 લોકો
  1. 1 બાઉલ મોરા મમરા
  2. 1 વાટકો તીખું ચવાણું
  3. 1 વાટકો તીખી સેવ ગુંદી
  4. 1 વાટકો ટામેટા જીણા સમારેલા
  5. 1 વાટકો નાયલોન સેવ
  6. 1/2 કપકાચી કેરી
  7. 1/2 કપલીલી દ્રાક્ષ
  8. 1લીલું મરચું ઝીણું સમારેલું
  9. 3 નંગબાફેલા બટાકા જીણા સમારેલા
  10. 1/2 કપસમારેલી કોથમીર
  11. 1/2 ચમચીચાટ મસાલા
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  15. લીલી ચટણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરા ને એક કડાઈ મા સેકી લેવા જેથી એ ક્રીપી થઈ જશે.ત્યાર બાદ એક ઊંડા વાસણ કે બાઉલ મા મોરા મમરા ઉમેરવા.

  2. 2

    ત્યાર બાદ તેમાં સમારેલા મરચાં, ટામેટા, બટાકા,ચવાણું,સેવ ગુંદી,કાચી કેરી,લીલી દ્રાક્ષ તેમજ લીલું મરચું ઉમેરવું.

  3. 3

    ત્યાર બાદ તેમાં થોડી ડુંગળીઅને મીઠું,લાલ મરચું પાઉડર,લીલી ચટણી તેમજ ચાટ મસાલો ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો

  4. 4

    પછી તેને એક પ્લેટ માં કાઢી ઉપર સેવ,ડુંગળી તેમજ કોથમીર ભભરાવી ને ખજૂર આમલીની ચટણી અથવા સૂકી પણ સર્વ કરો શકાય.

  5. 5

    તૈયાર છે એકદમ સ્પાઈસી અને ચટપટી ભેળ જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna Mavadiya
પર

ટિપ્પણીઓ

Similar Recipes