સ્વામીનારાયણ સ્પેશિયલ કઢી(Swaminarayan Special Kadhi Recipe In Gujarati)

Priti Chauhan
Priti Chauhan @cook_23317594
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 -20 મિનિટ
5 લોકો
  1. 500 ગ્રામદહીં
  2. 3 ચમચીચણાનો લોટ
  3. 500મિલી પાણી
  4. 4-5લીલા મરચાં
  5. 3 ચમચીખાંડ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. વઘાર માટે
  8. 3 ચમચીઘી
  9. 1/2 ચમચી રાઈ
  10. 10-15આખા મેથીદાણા
  11. 2નાના ટુકડા તજ
  12. 5 નંગલવિંગ
  13. 8-10મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

15 -20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દહીં વલોવીને તેમા પાણી તથા ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરો.

  2. 2

    આ મિશ્રણમાં કાપેલા લીલા મરચા,ખાંડ અને મીઠું(સ્વાદ મુજબ) ઉમેરો.

  3. 3

    હવે આ મિશ્રણને ગેસ પર ધીમા તાપે ઉકળવા દો.

  4. 4

    હવે વઘાર માટે એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકો અને તેમા મેથીદાણા, તજ, લવિંગ અને રાઈ નાખી તતડવા દો.

  5. 5

    પછી ગેસ બંધ કરી મીઠો લીમડો નાખી આ વઘાર તૈયાર મિશ્રણમાં ઉમેરો.

  6. 6

    તૈયાર છે આપણી ગરમાગરમ સ્વામીનારાયણ સ્પેશિયલ કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Chauhan
Priti Chauhan @cook_23317594
પર

Similar Recipes