ગુજરાતી કઢી

#દાળકઢી
આપણે ગુજરાતી ખાટી મીઠી કઢી ખાઈએ છીએ. દરેક શહેરમાં કઢીનો સ્વાદ અલગ અલગ હોય છે. જેમ કે આપણા ગુજરાતમાં કઢીમાં ખટાશ સાથે ગળપણ નો પણ સ્વાદ હોય છે. અને રાજસ્થાન માં કઢી કે રાયતું હોય એમાં ખટાશ જ હોય છે ગળપણ નહીં. રાજસ્થાનમાં કોઇ દાળ શાક કે કઢીમાં ગળપણ નથી ઉમેરાતુ એવી જ રીતે આપણા ગુજરાત માં બધાં જ શાક કે દાળ ખટમીઠાં જ હોય છે.
ગુજરાતી કઢી
#દાળકઢી
આપણે ગુજરાતી ખાટી મીઠી કઢી ખાઈએ છીએ. દરેક શહેરમાં કઢીનો સ્વાદ અલગ અલગ હોય છે. જેમ કે આપણા ગુજરાતમાં કઢીમાં ખટાશ સાથે ગળપણ નો પણ સ્વાદ હોય છે. અને રાજસ્થાન માં કઢી કે રાયતું હોય એમાં ખટાશ જ હોય છે ગળપણ નહીં. રાજસ્થાનમાં કોઇ દાળ શાક કે કઢીમાં ગળપણ નથી ઉમેરાતુ એવી જ રીતે આપણા ગુજરાત માં બધાં જ શાક કે દાળ ખટમીઠાં જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છાશમાં બેસન ઉમેરી અને વલોવી નાખો. તેમાં ગોળ, આદું મરચાં ની પેસ્ટ, મીઠું, લાલ મરચું પાવડર,ગરમ મસાલો, હળદર બધું નાખી ને બરાબર વલોવી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ, આખા લાલ મરચાં અને લીમડાના પાન નો વઘાર કરો. વઘાર તૈયાર થઈ જાય એટલે તૈયાર કરેલા બેસન છાશ ના મિશ્રણ માં રેડો. હવે ગેસ પર કઢી ઊકાળો. બરાબર ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઉપર કોથમીર ભભરાવો. તૈયાર છે ગુજરાતી ખાટીમીઠી કઢી... ઘણાં છાશ બેસન ના મિશ્રણને પહેલાં ઉકાળે છે.પણ હંમેશાં આવી રીતે વઘાર કર્યા બાદ ઉકાળવાથી વઘાર નો સ્વાદ સરસ આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુજરાતી કઢી
#દાળકઢીઆંબા હળદર શિયાળામાં ખૂબ જ મળે છે અને કઢી માં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે' આમાં કઢી નો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે જે ફ્રીજર માં ૧ મહીનો સ્ટોર કરી શકાય છે, બારેમાસ આંબા હળદર મળતી નથી તો તેને સૂકવી પાવડર કરી ને સ્ટોર કરી શકાય છે તેથી જ્યારે કઢી નો મસાલો બનાવવો હોય ત્યારે ઉપયોગ માં લઇ શકાય Minaxi Solanki -
-
ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#Week1 આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#weeklymenu#lunch#kadhi#cookpadindia#cookpadgujarati ગુજરાતી કઢી અમારા ઘરે બનતી જ હોય છે. Alpa Pandya -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપીઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદજ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો તો બસ જલ્સો જ પડી જાય. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
કઢી(Kadhi Recipe In Gujarati)
#AM1દાળ કે કઢી આપણા રોજીંદા ભોજનનું એક મહત્વનું ભાગ છે. દાળ કોઈપણ કોરા શાક સાથે સરસ લાગે છે, પરંતુ કઢી અમુક શાક સાથે જ સારી લાગે છે. અમારે ત્યાં કઢી સાથે ભીંડાનું શાક, મુળાનું શાક અથવા છુટ્ટા મગ બને છે. દરેક ઘરે અલગ-અલગ રીતે કઢી બનતી હોય છે, પાતળી, ઘટ્ટ, ખાટી મીઠી, તીખી, વગેરે... અમારે ત્યાં કઢી થોડી ઘટ્ટ અને ખાટી મીઠી બનાવીએ છીએ. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાત માં કઢી એ છાશ અને બેસન માં મસાલા ઉમેરી અલગ અલગ રીતે બનાવામાંઆવેછે.જેને રાઇસ કે ખીચડી જોડે સવઁ કરવા માં આવે છે.જેનો સ્વાદ પણ ખટમીઠો હોય છે. Kinjalkeyurshah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ખીચડી હોય કે પછી પુલાવ, બંને સાથે ભળી જાય એવી ખાટી મીઠી ગુજરાતી કઢી...#HP Pranjal Bhatt -
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#week12#besanદરેક ગુજરાતીના ઘરે બપોરના ભોજનમાં કઠોળ સાથે તેમજ રાત્રે ખીચડી સાથે કઢી બનાવવામાં આવે છે. કઢી દાળ ની જગ્યાએ પણ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે, કઢી ખીચડી, મગની છુટીદાળ સાથે કઢી ભાત બનાવીએ છીએ મે આજે કઢી ભાત અને ચણાનું શાક બનાવ્યુ છે કઢી મા ઘી અને તજ લવીંગ ના વઘાર ની સોડમ આજુબાજુ મા પ્રસરી જાય છે અને સાથે અત્યારે સરગવો ખુબ સરસ આવે છે તો મે કઢી મા તેને વચ્ચે થી કાપી નાના ટુકડા કરી નાખ્યા છે તેનો બહુ સરસ ફ્લેવર આવે છે, હું દાળમાં પણ આ જ રીતે સરગવો નાખું છું તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
ગુજરાતી ખાટી-મીઠી કઢી
#LSRઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. લગ્ન પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદ જ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો બસ બીજું કાંઈ ન જોઈએ.. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
કઢી
#દાળકઢી#onerecipeonetree#TeamTreesઆ સ્વાદિષ્ટ કઢી.. મારી શૈલીમાં.. થેપલા, ખીચડી, પુલાવ, સાડા ભાત... સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી તુવેરદાળ/વરાની દાળ (Gujarati Tuvardal Recipe in Gujarati
ગુજરાતી દાળ.. એ તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી ભરપૂર એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળની સરખામણીમાં થોડી ખાટી-મીઠી હોય છે અને આ દાળને ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. ગુજરાતીઓને ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ. શાક રોટલી ખાધા પછી પણ થોડા દાળ ભાત જોઈએ, તો જ આપણી થાળી પૂરી થાય છે અને સંતોષ થાય છે. આમ તો ગુજરાતી દાળ આપણે દરરોજ બનાવીએ જ છીએ પણ આપણને લગ્ન પ્રસંગોની દાળ વધારે પસંદ આવે છે. તો મેં લગ્નપ્રસંગોમાં બને તેવી ટેસ્ટી ખાટ્ટી મીઠી ગુજરાતી દાળની રેસીપી રજુ કરી છે.#tuverdal#gujaratidalrecipe#dalrecipe#વરાનીદાળ#dalbhaat#gujaratikhattimeethidal#cookpadindia#cookpadgujarati#tastyrecipes Mamta Pandya -
મૂળાની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpadindia#cookpad કઢી ઘણી બધી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સામગ્રી માંથી બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક કઢીનું એક મેઇન અને કોમન ઈન્ગ્રીડીયન્ટ ખાટું દહીં કે તેની છાશ હોય છે. અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી કે પછી અડદ, મગ જેવા કઠોળ માંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી કઢી બનાવી શકાય છે. મેં આજે મૂળાના લીલા પાનનો ઉપયોગ કરીને મૂળાની કઢી બનાવી છે. આ કાઢીને રોટલી, રોટલા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#LSR Vibha Mahendra Champaneri -
લચકો દાળ અને ગુજરાતી કઢી
#દાળકઢી#OneRecipeOneTree#teamtreesલચકો દાળ, ભાત અને ગુજરાતી કઢી એ કોઈપણ ગુજરાતી ઘરમાં ચોક્કસ બનતું જ હોઈ. મારા ઘરે બધાં ને લચકો દાળ અને કઢી બઉ જ ભાવે છે. વધારે જ બનવું પડે નઈ તો ખૂટી પડે! Krupa Kapadia Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં બનતી ખાટી મીઠી કઢી.. Sangita Vyas -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha
More Recipes
ટિપ્પણીઓ