ઠાણે સિટી ફેમસ ગજાનન વડા પાવ (Thane City Famous Gajanan Vada Pav Recipe In Guajarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

વડા પાવ (Thane city famous street food india _Gajanan Vada Pav)
આમચી મુંબઈ જ્ય મહારાષ્ટ્ર 🍽મુંબઈ એક મહાનગરી છે. જેમા કરોડો લોકો રહેછે. દરેક સ્ટેશન થી લઇને ગલી,ગલીમાં આ વડાપાવ, વિવિધ પ્રકારના ભજિયાં ફેમશ છે. જે દરેકને ભાવે એવી આ વાનગીઓનો સમુહ છે.
એમાંથી આજે મેં ગજાનન સ્ટ્રીટ ફુડની રેસિપી બનાવી છે.
ગજાનન 1978માં સૌ પ્રથમ થાણામાં નાની શોપ બની. તેમાંથી આજે ઍ મુંબઈમાં ઘણી બધી જગ્યાએ બની છે.
42 વર્ષથી આ ગજાનન વડાપાવ અને ભજિયાં લોકોની 1no ની પસંદગી છે.
થાણામાં 2no પર આ શોપ આવે છે. આ વડાપાવની ખાસીયત એ છે કે તેની સાથે બેસનની ચટણી,ઠેચા અને કોકોનટ ડ્રાય ચટણી,લીલાં તળેલા મરચાં પાન પર સર્વ કરી ને આપે છે. આજે પણ ગજાનન વડાપાવ ટ્રેડિશનલ રીતે જ વડાપાવ અને ભજિયાંનો વ્યવસાય કરે છે. એજ સ્વાદ મુજબ અને રીત સાથે મેં પણ અહીં વડાપાવ અને ભજિયાં, ચટણી રેડી કરેલ છે.
તમને બધાંને જરૂરથી પસંદ આવશે એવી આ સ્ટ્રીટ ફુડ છે.
#CT
#Cookpadindia
#Cookpadgujrati
#GAJANAN VADAPAV THANE STREET FOOD

ઠાણે સિટી ફેમસ ગજાનન વડા પાવ (Thane City Famous Gajanan Vada Pav Recipe In Guajarati)

વડા પાવ (Thane city famous street food india _Gajanan Vada Pav)
આમચી મુંબઈ જ્ય મહારાષ્ટ્ર 🍽મુંબઈ એક મહાનગરી છે. જેમા કરોડો લોકો રહેછે. દરેક સ્ટેશન થી લઇને ગલી,ગલીમાં આ વડાપાવ, વિવિધ પ્રકારના ભજિયાં ફેમશ છે. જે દરેકને ભાવે એવી આ વાનગીઓનો સમુહ છે.
એમાંથી આજે મેં ગજાનન સ્ટ્રીટ ફુડની રેસિપી બનાવી છે.
ગજાનન 1978માં સૌ પ્રથમ થાણામાં નાની શોપ બની. તેમાંથી આજે ઍ મુંબઈમાં ઘણી બધી જગ્યાએ બની છે.
42 વર્ષથી આ ગજાનન વડાપાવ અને ભજિયાં લોકોની 1no ની પસંદગી છે.
થાણામાં 2no પર આ શોપ આવે છે. આ વડાપાવની ખાસીયત એ છે કે તેની સાથે બેસનની ચટણી,ઠેચા અને કોકોનટ ડ્રાય ચટણી,લીલાં તળેલા મરચાં પાન પર સર્વ કરી ને આપે છે. આજે પણ ગજાનન વડાપાવ ટ્રેડિશનલ રીતે જ વડાપાવ અને ભજિયાંનો વ્યવસાય કરે છે. એજ સ્વાદ મુજબ અને રીત સાથે મેં પણ અહીં વડાપાવ અને ભજિયાં, ચટણી રેડી કરેલ છે.
તમને બધાંને જરૂરથી પસંદ આવશે એવી આ સ્ટ્રીટ ફુડ છે.
#CT
#Cookpadindia
#Cookpadgujrati
#GAJANAN VADAPAV THANE STREET FOOD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનીટ
5થી 6વ્યક્તિ
  1. વડા બનાવવા માટે સામગ્રી⬇️
  2. 4-5મોટા નંગ બટાકા બાફેલા
  3. 7-8 નંગલસણની કળી
  4. 1/2 નંગઅદ્રક
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 4-5 નંગલીલાં મરચાં
  7. જરુર મુજબ બારીક સમારેલી કોથમીર
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીધાણા જીરું પાઉડર
  10. 1/4 ચમચીગરમ મસાલો
  11. વઘાર માટે ⬇️
  12. 1 ચમચીરાઈ
  13. 5-6 નંગલીમડાનાં પાન
  14. 1/2 ચમચીઅડદની દાળ
  15. 3 ચમચીતેલ
  16. ચપટીહીંગ
  17. બેસનની ચટણી બનાવવા માટે સામગ્રી⬇️
  18. 50 ગ્રામચણાનો લોટ
  19. 1/2 ચમચીહળદર
  20. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  21. 1 ચમચીઅડદની દાળ
  22. 3-4 નંગમોરા મરચાં
  23. 1/4 નંગઅદ્ર્ક
  24. 5-6 નંગલસણની કળી
  25. 4-5 નંગલીમડાનાં પાન
  26. ચપટીહીંગ
  27. 2 ગ્લાસપાણી
  28. 1 ચમચીરાઈ
  29. સ્વાદ પ્રમાણેમીઠું
  30. વડાપાવની સુકી ચટણી ⬇️
  31. 50 ગ્રામડ્રાય કોકોનટની બારીક છીણ
  32. 4-5 નંગલાલ કાશ્મીરી મરચાં
  33. 20 નંગલસણની કળી
  34. 10 ગ્રામશિંગદાણા
  35. 1 ચમચીલાલ મરચું પાઉડર (કાશ્મીરી મરચું પાઉડર)
  36. સ્વાદ પ્રમાણેમીઠું
  37. ઠેચા ચટણી બનાવવા માટે ⬇️
  38. 5-7 નંગલીલાં મોરા મરચાં
  39. 4-5 નંગલસણની કળી
  40. 1/4 નંગઅદ્ર્ક
  41. 2 ચમચીતેલ
  42. સ્વાદ પ્રમાણેમીઠું
  43. ખાટી મીઠી ચટણી બનાવવા માટે ⬇️
  44. 100 ગ્રામગોળ
  45. 3-4 નંગઆમલીનાં નંગ
  46. 1 ગ્લાસપાણી
  47. કાંદાંની ચટણી બનાવવા માટે ⬇️
  48. 1 નંગકાંદો બારીક સમારેલ
  49. 1 ચમચીલાલ મરચું પાઉડર
  50. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  51. 1 ચમચીગરમ તેલ
  52. 1/4 કપપાણી
  53. સ્વાદ પ્રમાણેમીઠું
  54. બટેટાનાં ભજિયાં માટે ⬇️
  55. 2 નંગબટાકા
  56. કાંદાંનાં ભજિયાં માટે ⬇️
  57. 3 નંગડુંગળી બારીક ઉભી કટ કરેલ ચીરો
  58. મોરા મરચાંનાં ભજિયાં બનાવવા માટે ⬇️
  59. 6-7 નંગમોરા મરચાં બી રિમુવ કરી લેવાં
  60. સ્વાદ પ્રમાણેમીઠું
  61. જરુર મુજબ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

60 મિનીટ
  1. 1

    વડા બનાવવા માટે ♦️સૌ પ્રથમ એક બાઉલમાં 4થી 5બટેટા 2થી 3વાર પાણીમાં ધોઈને કુકરમાં 1/4 ગ્લાસ પાણી નાખી 2થી 3વિસલ આપો. પછી ગૅસ બંધ કરી દો અને રેસ્ટ આપો.

  2. 2

    હવે વડાનો મસાલો રેડી કરવા માટે લસણ, અદ્ર્ક અને મરચાં ની પેસ્ટ પેસ્ટ રેડી કરવી.
    બટાકા રેસ્ટ પડે ત્યારે ચાકુની મદદથી બટાકા કાપી લેવાં.
    એક પેન માં 3ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ,હીંગ અને લીમડાનો વઘાર કરી કટ કરેલ બટાકા મિક્સ કરવાં.હવે તેમાં હળદર, ધાણ જીરું પાઉડર અને ગરમ મસાલો સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાંખી ચમચા થી મિક્સ કરી બટાકા અધકચરા સ્મેચ કરો. ઉપરથી જરુર મુજબ બારીક સમારેલી કોથમીર નાંખી ગેસ બંધ કરી દો. રેસ્ટ આપો.

  3. 3

    હવે આપણા વડાનો મસાલો રેડી છે. 5મિનીટ રેસ્ટ આપી ગોળ ગોળ વડા વાળી લેવા.
    હવે 5થી 7ચમચી અલગ વાસણ મા ચણાનો લોટ લો. 1/2ગ્લાસ પાણી લોટમાં મિક્સ કરી મિડિયમ મિશ્રણ કરો.તેમા સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી ખાવાનાં સોડા મિક્સ કરો. ઝડપથી એક ડાયરેક્શનમાં ફેરવી લો અને વડા તેમાં ફેરવી લો. એક પેન માં જરૂર મુજબ તેલ ગરમ થાય એટલે તેમાં વડા તળી લેવાં.

  4. 4

    આપણા વડા તળીને રેડી છે.😋

  5. 5

    1-બેસનની ચટણી બનાવવા માટે સામગ્રી♦️
    સૌ પ્રથમ એક બાઉલમાં 50 ગ્રામ ચણાનો બારીક લોટ ચારી ને લેવો. તેમા સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાઉડર મિક્સ કરી લેવાં. સાથે 1ગ્લાસ પાણી નાખી મિક્સ કરો.
    એક પેન માં 2થી 3ચમચી તેલ ગરમ કરી તેમાં 1ચમચી રાઈ,અળદની દાળ,લીમડાનાં પાન નો ચપટી હીંગનો વઘાર કરી તેમા બેસનનુ રેડી કરેલ મિશ્રણ નાંખી અદ્ર્ક લસણની અને મરચાં ની પેસ્ટ મિક્સ કરી ધીમા તાપે 1મીનીટ સુધી થવા દો. જેવું મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

  6. 6

    હવે આપણે રેડી કરેલ બેસનની ચટણી રેડી છે 😋

  7. 7

    2-વડાપાવની ડ્રાય કોકોનટ ચટણી બનાવવા માટે ♦️
    સૌ પ્રથમ 50ગ્રામ ડ્રાય કોકોનટ છીણ લો. 4થી 5નંગ કાશ્મીરી મરચાં, લસણની કળી,શિંગ દાણા લો. એક પેન ગરમ થાય એટલે તેમાં આ બધી સામગ્રી વારાફરતી 1મીનીટ માટે રોસ્ટ કરો. કડક થાય ત્યારે ગેસ બંધ કરી દો. (અલગ અલગ સેક્વું.)એકદમ ઠંડ થવા દો પછી મિક્સરમાં અધકચરું પીસી લો અને સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ કાશ્મીરી મરચું પાઉડર મિક્સ કરો. (પાણી નો ઉપયોગ ન કરવો).

  8. 8

    ડ્રાય કોકોનટની ચટણી રેડી છે 😋

  9. 9

    3-ઠેચા ચટણી બનાવવા માટે ♦️
    સૌ પ્રથમ 5થી 7નંગ લીલાં મોરા મરચાં, 5થી 6લસણની કળી,1/4નંગ અદ્ર્ક કટ કરી મિક્સરમાં અધકચરા પિસી લેવાં.
    હવે એક પેનમાં 2ચમચી તેલ ગરમ કરી તેમાં અધકચરા પીસીને અદ્રક,લસણ અને મરચાં ની પેસ્ટ 1મીનીટ સાંતળવું અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી ઠેચા ચટણી રેડી કરવી.પાણી નો ઉપયોગ ન કરવો.

  10. 10

    હવે આપણે રેડી કરેલ ઠેચા ચટણી રેડી છે.😋

  11. 11

    4-ખાટી મીઠી ચટણી બનાવવા માટે ♦️
    એક બાઉલમાં 1ગ્લાસ પાણી લો,તેમાં 100 ગ્રામ ગોળ અને 3થી 4નંગ આંબલી નાંખી 1થી 2બોઈલ આવે અને ચટણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
    હવે આપણી ખાટી મીઠી ચટણી રેડી છે.😋

  12. 12

    5-કાંદાની ચટણી બનાવવા માટે ♦️
    સૌ પ્રથમ એક બાઉલમાં 1/4કપ પાણી લો.
    તેમા 1નંગ ડુંગળી બારિક કટ કરી નાંખો.
    1/4ચમચી લાલ તીખું મરચું પાઉડર અને કાશ્મીરી મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી ઉપરથી 1ચમચી ગરમ તેલ મિક્સ કરો.
    હવે રેડી છે કાંદાની ચટણી 😋

  13. 13

    બટાકા,કાંદાં અને મોરા મરચાંનાં ભજિયાં બનાવવા માટેની ♦️સૌ પ્રથમ બટાકા ધોઇને કોરા કરી પાતળ રાઉન્ડ શેપમાં કટ કરવા.
    હવે કાંદાંનની બારીક ઉભી ચીરો કરવી.
    હવે મોરા લીલાં મરચાં માંથી બી રિમુવ કરી લેવાં.

  14. 14

    હવે ચણાનો લોટ 6થી 7ચમચી લો. તેમાં જરુર મુજબ પાણીઅને સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હીંગ મિક્સ કરી પેસ્ટ રેડી કરો. બટાકા, કાંદાંની ચીરો,અને મરચાં પૅસટમાં ડીપ કરી ગરમ તેલમાં તળી લો. લાઈટ ગોલ્ડન રંગ થઇ જાય અને કુરકુરિત થાય એટલે ગેસ બંધ કરી દો.
    રેડી છે બટાકા,કાંદાં અને મરચાંનાં ભજિયાં 😋

  15. 15

    હવે આપણા વડા, બટાકા, કાંદા અને મરચાંનાં ભજિયાં રેડી છે. સર્વ કરો પાવ અને ચટણી, મરચાં સાથે.

  16. 16

    આ ગજાનન સ્ટ્રીટ ફુડ રેડી છે. જે થાણામાં ફેમશ છે.

  17. 17

    આમચી મુંબઈ, જય મહારાષ્ટ્ર ⬇️🔥

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes