રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#GA4
#Week13
#chilli
સાઉથ ની પ્રખ્યાત ડીશ એટલે ઢોસા. પરંતુ હવે તો ઢોસા દરેક રાજ્યો મા દરેક શહેર મા મોટાભાગની હોટેલોમાં લારી માં પણ મળે છે. દરેક લોકો ઢોસા ને ખુબ જ પસંદ કરે છે. ઢોસા ની ઘણી બધી વેરાઇટી જોવા મળે છે ઢોસા નુ નામ પડે એટલે મોટે ભાગે દરેક લોકોના મોઢામાં પાણી આવી જાય છે. મે અહીં અલગ રીતથી ચટણી બનાવી રેડ ચીલી મસાલા ઢોસા ની રેસીપી આપી છે. આમાં બનાવવામાં આવતી લાલ મરચાની ચટણી તમે ઉત્તપમ, ઈડલી, મેંદુ વડા જેવી બીજી સાઉથ ઇન્ડિયન ડીશ સાથે તેને સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 વ્યક્તિ
  1. લાલ ચટણી માટે
  2. 1વાટકો સમારેલા મરચાં
  3. 1ટામેટું સમારેલુ
  4. 1ઇંચ આદુ નો ટુકડો છીણેલો
  5. 1ચમચી ખાંડ
  6. 2ચમચી લીંબુનો રસ
  7. 2ચમચી ટોપરાનું છીણ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ઢોસા માટે
  10. 2કપ ચોખા
  11. 2કપ અડદની દાળ
  12. 1ચમચો ચણા દાળ
  13. 1ચમચી મેથી દાણા
  14. જરુર મુજબ પાણી
  15. જરુર મુજબ મીઠુ
  16. જરૂર મુજબ બટર અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    હવે એક મિક્સર ઝાર માં ચટણી માટે લીધેલી બધી વસ્તુ ઉમેરી સારી રીતે ક્રશ કરી લેવું. એક બાઉલમાં કાઢી લેવું આ ચટણીને ઢોસા પર લગાવવાની હોવાથી તેમાં પાણી ન ઉમેરવું.

  2. 2

    સૌપ્રથમ દાળ, ચોખા, મેથી ને ધોઈ ને એક વાસણમાં જરુર મુજબ પાણી ઉમેરી 7 થી 8 કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સર જાર માં બારિક પીસી લેવુ. હવે 4 થી 5 કલાક આથો આવવા ઢાંકીને મુકી દેવુ. તેમા જરુર મુજબ પાણી, મીઠુ નાખી ઢોસા નું ખીરું તૈયાર કરી લેવુ.

  3. 3

    હવે ગેસ પર ઢોસા માટેની નોન સ્ટિક મૂકી તે ગરમ થઇ જાય એટલે થોડું પાણી છાંટી કપડા વડે લુછી લેવું તેના પર થોડું તેલ ગ્રીસ કરી લેવું અને ઢોસા નો ખીરુ પાથરી તેના પર બટર અથવા તો તેલ લગાડી બનાવેલી લાલ ચટણી પાથરવી તેના પર આપણે બીજા ઢોસા માં જે બટાકા નું સ્ટફિંગ બનાવીએ છે તેઓ બનાવીને પાથરવું ઢોસો ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ઉતારી અને ગરમ ગરમ સાંભાર અને ચટણી સાથે સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes