સુલતાની દાળ (Sultani Daal Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

બધા જાણે જ છે તેમ દાળ ખૂબ જ પૌષ્ટિક છે અને હવે ઘણા બધા પ્રકાર ની દાળ બનાવવા માં આવે છે. અલગ અલગ પ્રદેશ પ્રમાણે દાળ ના ફ્લેવર્સ પણ અલગ અલગ હોય છે. દાળ તડકા, દાળ ફ્રાય, દાળ મખની, દાળ પંચમેલ, દાળ મહારાણી, કાલી દાળ વગેરે વગેરે ઘણા બધા પ્રકાર ની દાળ બનાવવા માં આવે છે. થોડા થોડા પરિવર્તન સાથે દાળ માં variation લાવવા માં આવે છે. આજે મેં એક અલગ જ પ્રકાર ની રિચ એવી સુલતાની દાળ બનાવી છે. આ દાળ લખનવી cuisine થી belong કરે છે તેથી આ દાળ ને લખનવી દાળ તરીકે પણ ઓળખવા માં આવે છે. આ દાળ નું ઓરીજીન મુગલાઈ cuisine છે જે તેના એકદમ રોયલ flavours માટે જાણીતું છે. આ દાળ પણ એકદમ રોયલ છે. આ દાળ બનાવવા માં દૂધ, દહીં અને ક્રીમ નો વપરાશ કરવા માં આવે છે અને છેલ્લે વઘાર કરીને સળગતા કોલસા થી ધ્રુંગાર આપવા માં આવે છે જે દાળ ને ખૂબ જ flavourful, રિચ અને રોયલ બનાવે છે. તમે પણ આ દાળ ચોક્કસ ટ્રાય કરજો.
#AM1 #daal #દાળ #post2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 થી 50 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3/4 કપતુવેર ની દાળ
  2. 1.5 કપપાણી
  3. 2 ટેબલસ્પૂનઘી
  4. 1 ટી સ્પૂનજીરું
  5. 5લીલા મરચાં ઝીણા સમારેલા
  6. 2 ટી સ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  7. 1નાની ડુંગળી ઝીણી સમારેલી
  8. 1ટામેટું ઝીણું સમારેલું
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1 ટી સ્પૂનહળદર
  11. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  12. ચપટીલવિંગ નો પાઉડર
  13. 1/4 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  14. 1/2 ટી સ્પૂનવરિયાળી પાઉડર
  15. 1/4 કપદૂધ
  16. 1/4 કપદહીં
  17. 1/4 કપક્રીમ
  18. 2 ટેબલસ્પૂનકોથમીર ઝીણી સમારેલી
  19. વઘાર માટે
  20. 1 ટેબલ સ્પૂનઘી
  21. 1/2 ટી સ્પૂનજીરું
  22. 2 ટેબલસ્પૂનડુંગળી ઝીણી સમારેલી
  23. 1લીલું મરચું 2 ટુકડા કરેલા
  24. 1 ટી સ્પૂનલસણ ઝીણું સમારેલું
  25. ધ્રુંગાર (smoky flavour) આપવા માટે
  26. 1નાનો ટુકડો સળગતો કોલસો
  27. 3-4લવિંગ
  28. 1/2 ટી સ્પૂનઘી
  29. સર્વ કરવા માટે
  30. પાલક પરાઠા

રાંધવાની સૂચનાઓ

45 થી 50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર ની દાળ ને પાણી થી ધોઈને 1 કલાક પલાળી રાખો. તેમાં 1/2 ટી સ્પૂન મીઠું અને 1/2 ટી સ્પૂન હળદર નાખી બાફી લો. કૂકર ઠરે એટલે ઢાંકણ ખોલી દાળ ને મેશ કરી લો. ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચાં સમારી લો. 1 ડુંગળી સમારી હોય તેમાંથી જ 2 ટેબલસ્પૂન ડુંગળી સાઇડ માં રાખવી.

  2. 2

    હવે 1 પેન માં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરો. તેમાં 1 ટી સ્પૂન જીરું અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરો. ડુંગળી અને લીલા મરચાં ઉમેરો. સરખું કૂક કરી લો. ડુંગળી ગુલાબી શેકાઈ જાય એટલે ટામેટા ઉમેરો. સરખું મિક્સ કરી લો. 2 થી 3 મિનિટ બાદ સ્વાદ મુજબ મીઠું, 1/2 ટી સ્પૂન હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરો. આપણે બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું એટલે એ પ્રમાણે ઉમેરવું.

  3. 3

    લવિંગ પાઉડર, ઈલાયચી પાઉડર અને વરિયાળી પાઉડર તૈયાર કરી લેવો. બધું સરખું કૂક થાય એટલે બાફેલી દાળ ઉમેરો અને લવિંગ પાઉડર, ઈલાયચી પાઉડર અને વરિયાળી પાઉડર ઉમેરો. બધું સરખું મિક્સ કરી કૂક કરી લો. દાળ ને મધ્યમ આંચ પર 4 થી 5 મિનિટ માટે ઉકળવા દો.

  4. 4

    દહીં, દૂધ અને ક્રીમ માપ થી કાઢી લો. આ દાળ માં પાણી નથી ઉમેરવાનું. દાળ ની consistency દૂધ, ક્રીમ અને દહીં થી જ એડજસ્ટ કરવાની છે. 1 મોટા વાસણ માં આ ત્રણેય મિક્સ કરીને બીટર થી મિક્સ કરી લો જેથી ગઠ્ઠા ના પડી જાય અને એકદમ સ્મૂધ રહે. દાળ ઉકળવા લાગે અને થોડી થીક થાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં દૂધ, દહીં અને ક્રીમ નું મિશ્રણ ઉમેરો. સરખું મિક્સ કરી લો. 2 ટેબલસ્પૂન કોથમીર ઉમેરો અને મિક્સ કરી લો. થોડી કોથમીર થી ગાર્નિશીંગ કરો.

  5. 5

    હવે આપણે વઘાર કરીશું. વઘાર માટે 1 વઘારીયા માં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરો. તેમાં જીરું, લસણ, ડુંગળી અને લીલું મરચું સ્લિટ કરેલું ઉમેરો. બધા નો રંગ બદલાઈ જાય એટલે દાળ પર વઘાર રેડી દો.

  6. 6

    હવે આપણે ધ્રુંગાર આપીશું. 1 કોલસા ને એકદમ લાલ થાય ત્યાં સુધી ગરમ કરો. દાળ પર વાટકી મૂકી તેમાં આ સળગતો કોલસો મૂકી 3 થી 4 લવિંગ મૂકી તેના પર ઘી નાખી તરત જ ઢાંકી દો. 10 થી 15 માટે સ્મોકી ફ્લેવર આપો. ત્યારબાદ ઢાંકણ ખોલી ગરમ ગરમ સુલતાની દાળ સર્વ કરો.

  7. 7

    મનપસંદ રીતે ગાર્નિશ અને પ્લેટીંગ કરી સર્વ કરો. મેં અહીં માટી ની હાંડી માં દાળ સર્વ કરી છે, વઘાર કર્યો છે અને સ્મોકી ફ્લેવર આપી છે. તમે કોઈ પણ વાસણ માં સર્વ કરી શકો છો. મેં સુલતાની દાળ પાલક પરાઠા સાથે સર્વ કરી છે. તમે કોઈ પણ રોટી, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો છો. એકદમ રિચ અને રોયલ એવી સુલતાની દાળ તૈયાર છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes