રસિયા મૂઠિયા (Rasiya Muthiya Recipe In Gujarati)

Komal Vasani
Komal Vasani @komal_vasani21193
Dhari(Gujarat)
શેર કરો

ઘટકો

  1. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  2. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  3. મીઠું સ્વાદનુસાર
  4. 1/2 ચમચીગરમ મસાલો
  5. કોથમીર ગાર્નિશિંગ માટે
  6. મુઠીયા બનાવવા માટે
  7. 1 કપદૂધી નું છીણ
  8. 1/4 કપચણાનો લોટ
  9. 1/4 કપઘઉંનો કરકરો લોટ
  10. 1/4 કપબાજરાનો લોટ
  11. 1/2 ચમચીઅજમો
  12. 2 ચમચીઆદું મરચા કોથમીર ની પેસ્ટ
  13. 1 ચમચીલસણ પેસ્ટ
  14. 1/2 ચમચીહળદર પાઉડર
  15. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  16. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  17. મીઠું સ્વાદનુસાર
  18. ખાંડ સ્વાદનુસાર
  19. ચપટીક ખાવાનો સોડા
  20. 1 ચમચીલીંબુનો રસ
  21. મુઠીયા વઘાર માટે
  22. 2 ચમચીતેલ
  23. 1 ચમચીરાઈ- જીરું
  24. 1તમાલપત્ર
  25. 1લાલ સૂકું મરચું
  26. મીઠાં લીમડા ના પાન
  27. 1/4 ચમચીહિંગ
  28. 2 કપછાસ
  29. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધી નું છીણ, ચણાનો લોટ, ઘઉં નો કરકરો લોટ, બાજરાનો લોટ, અજમો, આદું મરચાની પેસ્ટ, લસણ ની પેસ્ટ, સ્વાદનુસાર મીઠું, ખાંડ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ખાવાનો સોડા, લીંબુ નો રસ બધું ઉમેરી બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી તેનો લોટ બાંધી લો અને એક સરખા મુઠીયા વાળી લો.

  2. 2

    વઘાર માટે...... કુકર માં તેલ ઉમેરી ગરમ થવાદો. તેલ ગરમ થાય એટલે તેમાં રાયજીરું, સૂકું લાલ મરચું, તમાલ પત્ર, મીઠાં લીમડા ના પાન અને હિંગ ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં છાસ ઉમેરો, હવે તેમાં સ્વાદનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું બધું ઉમેરી બરાબર મિક્સ કરીલો.

  4. 4

    છાસ ને બરાબર ઉકળવા દો. ઉકળી જાય એટલે તેમાં ત્યાર કરેલા મુઠીયા ઉમેરી કુકર ને બંધ કરી 3 વિસલ થવાદો...

  5. 5

    હવે સર્વિંગ બાઉલ માં રસિયા ને કાઢી લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

  6. 6

    તો ત્યાર છે સ્વાદિષ્ટ રસિયા મૂઠિયા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations
Wow khub saras ane new recipe che. I'll surely try it

Similar Recipes