દાલ મખની(Dal Makhni Recipe In Gujarati)

Mittal m 2411
Mittal m 2411 @mittal2411mm

#AM1
#cookpadindia
#cookpadgujarati
આખા અડદ ની દાળ નો ઉપયોગ દાલ મખની બનાવામાં થાય છે.
અડદ એ એક કઠોળ છે.આનું શાસ્ત્રીય નામ વીગ્રા મુંગો છે.દક્ષિણ એશિયા મા ઉગાડવા મા આવે છે.આ કઠોળ નુ મૂળ ઉદ્ધમ ભારત મનાય છે.પ્રાચીન સમય થી ભારત મા અડદ ખવાતા આવ્યા છે.અને તે ભારત ના સૌથી મોંઘા કઠોળમાં નુ એક છે.અડદ ના ઉત્પાદન માં આધપ્રદેશમાં ગુંટુર જિલ્લો પ્રથમ ક્રમાકે આવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યકતિ માટે
  1. ૧૦૦ ગ્રામઆખા અડદ ની દાળ
  2. ૨ નંગડુંગળી ની ગ્રેવી
  3. ૨ નંગટામેટા ની ગ્રેવી
  4. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. 1/2 ચમચી હીંગ
  6. 1 ચમચીજીરૂ
  7. ૨ ચમચીમરચું
  8. ૧ ચમચીહળદર
  9. ૧ ચમચીધાણા જીરૂ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૪ ચમચીઘી
  13. ૧ ચમચીબટર
  14. ૧ ચમચીકસૂરી મેથી
  15. મલાઈ જરૂરિયાત મુજબ
  16. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ ને ૫ કલાક માટે પલાળી લઈશુ.૫ કલાક બાદ તેને ધોઈ ને એક ચમચી મીઠું ઉમેરી બાફવા મુકીશુ.૬ થી ૭ સીટી વાગે ત્યાં સુધી બાફો.

  2. 2

    ત્યાર બાદ કઠાઈ મા ઘી ગરમ કરી ને જીરૂ અને હીંગ નો વગાર કરશુ.હવે ડુંગળી અને ટામેટા ની ગ્રેવી સાતળીશુ.આદુ લસણ ની પેસ્ટ નાખવી.

  3. 3

    હવે લાલ મરચુ.હળદર.ધાણા જીરૂ.કસુરી મેથી નાખો.ત્યાર બાદ દાળ નાખવી.

  4. 4

    દાળ ઉકળે એટલે એમા ગરમ મસાલો નાખવો.ત્યાર બાદ મલાઈ ઉમેરી એક મીનીટ થવા દો.બીજા પેન મા બટર ગરમ કરી.તેમા જીરૂ.મરચુ નાખી હલાઓ.હવે દાળ મા વગાર કરીશુ.થોડા ધાણા નાખી એક મીનીટ ઉકાળો.

  5. 5

    તૈયાર છે આપળી દાલ મખની.તેને રાઈસ અને પરોઠા સાથે સર્વ કરીશુ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Mittal m 2411
Mittal m 2411 @mittal2411mm
પર

Similar Recipes