રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#KS6
રસ થી ભરપુર એવાં રસિયા મુઠીયા કાઠીયાવાડી સ્ટાઈલ નાં સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે વધેલા ભાત,ખીચડી વગેરે માંથી બનાવી શકાય છે. આ રેસીપી મારાં ફેમિલીમાં દરેક ને પસંદ છે.તેને રસા વાળાં બનાવી એકદમ સોફ્ટ તકિયા જેવાં બને છે.

રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)

#KS6
રસ થી ભરપુર એવાં રસિયા મુઠીયા કાઠીયાવાડી સ્ટાઈલ નાં સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે વધેલા ભાત,ખીચડી વગેરે માંથી બનાવી શકાય છે. આ રેસીપી મારાં ફેમિલીમાં દરેક ને પસંદ છે.તેને રસા વાળાં બનાવી એકદમ સોફ્ટ તકિયા જેવાં બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપભાત (બાસમતી રાઈસ)
  2. 3-4 કપછાશ
  3. 1/2 કપબેસન (ચણા નો લોટ)
  4. 2 ચમચીઘઉં નો લોટ
  5. 1/4 ચમચીહળદર
  6. 1/4 ચમચીઅજમો
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચીઆદું,મરચાં, લસણ ની પેસ્ટ
  9. મીઠું પ્રમાણસર
  10. 4 ચમચીલીલી મેથી ભાજી ઝીણી સમારેલી
  11. 5 ચમચીકોથમીર ઝીણી સમારેલી
  12. 2-3 ચમચીદહીં
  13. ચપટીબેકીંગ સોડા
  14. 1/4 ચમચીધાણાજીરુ પાઉડર
  15. 3-4 ચમચીતેલ
  16. 8-10લીમડાનાં પાન
  17. 1 નંગસૂકું લાલ મરચું
  18. 1/2 ચમચીરાઈ
  19. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તૈયાર ભાત માં મીઠું, મરચું,દહીં, તેલ, હળદર,અજમો, લસણ ની પેસ્ટ, કોથમીર, મેથી ભાજી નાખી...બેસન અને ઘઉં નો લોટ મિક્સ કરો. ચપટી સાજી નાખી તેનાં પર થોડું પાણી ઉમેરી...

  2. 2

    તેલ વાળો હાથ કરી લંબગોળ ગોળા બનાવવાં. જે વાસણમાં મુઠીયા બનાવ્યા હોય તેમાં જ છાશ તૈયાર કરી લો જેથી તેમાં અલગથી બેસન નાખવું નહીં પડે....તેમાં મીઠું, હળદર, ધાણાજીરુ અને મરચું નાખી મિક્સ કરો....ગેસ પર પેન માં તેલ ગરમ કરવા મૂકો છાશ ઉમેરી હલાવવું...

  3. 3

    ઉકળે એટલે મુઠીયા ઉમેરો...ફાસ્ટ તાપે ચડવા દો. ઢાંકી 5 મિનિટ થવા દો. વઘારીયા માં તેલ ગરમ કરો તેમાં રાઈ, લીમડાનાં પાન, સૂકું લાલ મરચું નાખી...

  4. 4

    રસિયા મુઠીયા માં ઉમેરો.ગરમાગરમ સવારે નાસ્તા માં અથવા રાત્રે ડિનર માં રોટલી સાથે લઈ શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes