દહીવડા (Dahivada Recipe In Gujarati)

Dipal shah
Dipal shah @Dipalshah
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 3 વાટકીઅડદ ની દાળ
  2. 1 વાટકીમગ ની મોગર દાળ
  3. 750 ગ્રામમોળું દહીં
  4. ખજૂર આંબલી ની ચટણી જરૂર મુજબ
  5. જીરું પાઉડર જરૂર મુજબ
  6. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  7. 1 વાટકીખાંડ
  8. મીઠું સ્વાદમુજબ
  9. તેલ ફ્રાય કરવા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    અડદ ની દાળ અને મગ ની દાળ ને 5 થી 6 કલાક પલાળી રાખવી. પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવું. ખીરું ઘટ્ટ રાખવું. 5થી 6 કલાક રેસ્ટ આપવો આથો આવે ત્યાં સુધી.

  2. 2

    તેલ ગરમ કરવા મુકવુ. ખીરા માં મીઠું સ્વાદમુજબ ઉમેરી મિક્સ કરી વડા ફ્રાય કરવા.

  3. 3

    વડા ને થોડીવાર પાણી માં પલાળવા ના પછી પાણી નિતારી પ્લેટ માં મુકવા.

  4. 4

    દહીં માં ખાંડ ઉમેરી મિક્સ કરી ઠંડું કરી રાખવું.

  5. 5

    એક પ્લેટ માં વડા મૂકી ઉપર દહીં રેડવું. તેની ઉપર ખજૂર આંબલી ની ચટણી, જીરું પાઉડર, મરચું પાઉડર જરૂર મુજબ નાખવો. તૈયાર કરેલ પ્લેટ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal shah
Dipal shah @Dipalshah
પર

ટિપ્પણીઓ

Similar Recipes