પેરી પેરી વેજ સેન્ડવીચ

Vidita Bheda
Vidita Bheda @cook_22982304
Vadodara

Spicy and tangy આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય છે કારણકે તેમાં વપરાતી બધી વસ્તુઓ તમારા રેફ્રીજરેટરમાં હાજર જ હશે, એટલે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે થોડા સમયમાં તે બનાવી શકશો. બાળકો તથા વડીલોને આ ચીઝ સૅન્ડવીચ પ્રેમથી આરોગવાની મજા આવશે.

પેરી પેરી વેજ સેન્ડવીચ

Spicy and tangy આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય છે કારણકે તેમાં વપરાતી બધી વસ્તુઓ તમારા રેફ્રીજરેટરમાં હાજર જ હશે, એટલે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે થોડા સમયમાં તે બનાવી શકશો. બાળકો તથા વડીલોને આ ચીઝ સૅન્ડવીચ પ્રેમથી આરોગવાની મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1કેપ્સીકમ
  2. 1ગાજર
  3. 2 કપકોબીજ
  4. 1ડુંગળી
  5. 1/2 વાટકી મેયોનેઝ
  6. 1 ચમચીમરચાંનો પાઉડર
  7. 1/2 ચમચીલસણ પાઉડર
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીલાલ મરચું ફ્લેક્સ
  10. 4-5ચીઝ ક્યુબ
  11. 2 ચમચીપેરિ પેરી પાઉડર
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 8-10બ્રાઉન બ્રેડ
  14. ટામેટાં સોસ
  15. ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધી વેજિટેબલને બારીક કાપો. હવે તેમાં મેયોનેઝનો 1/2 કપ, લાલ મરચાનો પાઉડર, ઓરેગાનો, લાલ મરચાનો ફ્લેક્સ, બે ક્યુબ ચીઝ, લસણનો પાઉડર અને પેરિ પેરિ પાઉડર નાખો. સારી રીતે ભેળવી દો

  2. 2

    મેયોનેઝમાં પેરિ પેરિ પાઉડર અને મરચું પાઉડર નાખો અને તેને બરાબર મિક્ષ કરી સ્પ્રેડ તૈયાર કરો.

  3. 3

    હવે બ્રેડની બધી સ્લાઇસની બાજુઓ કાપીને દરેક બ્રેડ પર પેરી પેરિ મેયોનેઝ ચોપડી લો

  4. 4

    હવે બ્રેડની એક સ્લાઇસ પર તૈયાર કરેલા પૂરણનો ૧ ભાગ સરખી રીતે પાથરી લીધા પછી તેની પર બ્રેડની એક સ્લાઇસનો માખણ ચોપડેલો ભાગ અદંર રહે તે રીતે સ્લાઇસ મૂકો

  5. 5

    હવે બ્રેડ રોલના ઉપરના ભાગ વડે તેને બંધ કરી, તેની ઉપર ૧/૨ ટીસ્પૂન માખણ ચોપડીને તેને આગળથી ગરમ કરીને સેન્ડવીચ ગ્રીલરમાં ૫ મિનિટ સુધી અને બ્રેડ કરકરા અને બન્ને બાજુએથી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ગ્રીલ કરી લો.

  6. 6

    દરેક સૅન્ડવીચને ત્રિકોણ આકારમાં કાપીને ૨ ટુકડા કરીને પીરસો અને સાથે ચિપ્સ ટામેટા ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidita Bheda
Vidita Bheda @cook_22982304
પર
Vadodara

Similar Recipes