કોર્ન-પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)

Rachana Gohil
Rachana Gohil @rkambad

#AM2
#cookpadindia

આ વાનગી મારા બાળકો ને સૌથી વધુ પ્રિય છે.
પાલક ની ભાજી સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે પણ બાળકો ને પાલક ભાવતી નથી હોતી. પણ આ પુલાવ માં પાલક નો સ્વાદ , કોર્ન અને બધા મસાલા સાથે મીક્સ થઈ બહુ ટેસ્ટી લાગે છે. બાળકો માટે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો.

કોર્ન-પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)

#AM2
#cookpadindia

આ વાનગી મારા બાળકો ને સૌથી વધુ પ્રિય છે.
પાલક ની ભાજી સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે પણ બાળકો ને પાલક ભાવતી નથી હોતી. પણ આ પુલાવ માં પાલક નો સ્વાદ , કોર્ન અને બધા મસાલા સાથે મીક્સ થઈ બહુ ટેસ્ટી લાગે છે. બાળકો માટે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
7 લોકો માટે
  1. 1 કપબાસમતી ચોખા
  2. 3જૂડી પાલક
  3. 1બાફેલી મકાઈ ના દાણા
  4. 2મીડિયમ ડુંગળી - જીણી સમારેલી
  5. 1લીલું કેપ્સીકમ- સ્લાઇસ માં કાપેલું
  6. તીખાં મરચાં (ગમતી તીખાશ મુજબ)
  7. 1/2 કપકોથમીર
  8. મસાલા:
  9. 1/4 ચમચી હળદર,
  10. 1 ચમચી ધાણાજીરૂં,
  11. મીઠું,
  12. 1 ચમચી ચાટ મસાલો,
  13. 1 ચમચી બીરયાની મસાલો
  14. 1તમાલપત્ર,
  15. 1આખા તજ,
  16. 2બાદીયાં
  17. 3 ટેબલસ્પૂનવઘાર માટે- તેલ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ધોઈ,1/2કલાક પાણી માં પલાળી દો. પછી ઓસાવી લો. ચોખા 80% જ ચડવા દેવા.

  2. 2

    પાલક ને ધોઈ,(સમાર્યા વગર જ) પછી ઉકળતા પાણી માં ચપટી મીઠું નાખી, બ્લાન્ચ કરી લેવી. 2 મીનીટ ઉકાળી, ઠંડા પાણી માં નાખી દેવી. આમ કરવાથી તેની કુકીંગ પ્રોસેસ અટકી જશે અને તેનો કલર જણવાય રહે છે.

  3. 3

    હવે પાલક ને ઠંડા પાણી માંથી કાઢી, હાથ થી નીચોવી મીક્ષ્ચર જાર માં લઈ લો. કોથમીર અને ગમતી તીખાશ મુજબ મરચાં એડ કરી, મીક્ષ્ચર માં પેસ્ટ કરી લો.

  4. 4

    લોયા માં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય પછી જીરુ,તમાલપત્ર, આખા તજ, બાદીયાં, મીઠાં લીમડા ના પાન નાખી વઘાર કરો.

  5. 5

    સમારેલી ડુંગળી નાખી ચડવા દો. હવે સમારેલા કેપ્સીકમ ઉમેરો. પછી બાફેલા મકાઈ નાં દાણા ઉમેરી ચડવા દો.

  6. 6

    હવે બધા મસાલા ઉમેરી, મીઠું ઉમેરો. પાલક પ્યારી ઉમેરો. બધુ સરસ મિક્સ કરી લો. છેલ્લે બાફેલા ભાત ઉમેરી દો.

  7. 7

    હળવા હાથે મીક્સ કરો,જેથી ભાત ટૂટે નહી. છેલ્લે ચાટ મસાલો અને શાહી બીરીયાની મસાલો ઉમેરી, સ્વાદ મુજબ લીંબુ નો રસ ઉમેરો. 5 મીનીટ ચડ્યા પછી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Gohil
Rachana Gohil @rkambad
પર

Similar Recipes