ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. મોટી ડુંગળી
  3. મોટા ટામેટાં
  4. ૫,૬ લસણ ની કળી
  5. ઈંચ આદુ
  6. લીલા મરચા
  7. ૧ ચમચીશેકેલો ચણાનો લોટ
  8. ૩ ચમચીમોળું દહીં
  9. ૨ ચમચીકિચનકિંગ મસાલો
  10. કાશ્મીરી મરચા નો પાઉડર
  11. કોથમીર
  12. ધાણાજીરું,મીઠું,હળદર
  13. 3 ચમચીતેલ
  14. ૨ ચમચા બટર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પનીર ને એક ડીશ માં લઇ તેમાં થોડું મીઠું,લાલ મરચું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી બાજુમાં રાખી દઈશું.

  2. 2

    એક કડાઈ માં ૧ ચમચી તેલ લઇ અને પનીર ને મૂકીશું અને બધી બાજુ થોડું પકાવી લઈશું.

  3. 3

    હવે એક કડાઈ માં ૧ ચમચી બેસન લઇ ધીમા તાપ પર શેકી લઈશું.

  4. 4

    ત્યારબાદ એક કડાઈ માં તેલ અને બટર લઈશું અને બધા ખાડા મસાલા નાખીશું.ત્યાર બાર રાઈ,જીરું અને હિંગ નાખી આદુ,મરચાં,લસણ અને ડુંગળી નાખીશું.

  5. 5

    તેલ બહાર નીકળી એટલે મીઠું,ધાણાજીરું,હળદર,કાસમીરી મરચું નાખીશું અને મિક્સ કરીશું.ત્યાર બાદ શેકેલો બેસન નો લોટ નાખી ફરી મિક્સ કરીશું.

  6. 6

    હવે તેમાં ટામેટા ખમણી ને કે ક્રશ કરી નાખીશું અને તેલ બાર નિકલવા લાગે એટલે મોળું દહીં ફેટી ને નાખીશું જેથી તે શાક માં સારી રીતે મિક્સ થઈ જાય.અને પછી કિચન કિંગ મસાલો અને ખાંડ નાખીશુ.

  7. 7

    ફરી તેલ બહાર નીકળવા લાગે પછી થોડું પાણી ઉમેરીશું.અને સારી રીતે મિક્સ કરી 2,3 મિનિટ ધીમા તાપ પાર રાખીશું.

  8. 8

    હવે તેમાં પનીર ઉમેરીશું અને ૨,૩ મિનિટ બાદ તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી લઈશું.

  9. 9

    આપણું પરફેક્ટ ઢાબા જેવું અને ખુબજ સ્વાદિષ્ટ બટર પનીર મસાલા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

Similar Recipes